T20 World Cup 2024

T20 World Cup: પાકિસ્તાનનો 110 કિલો વજનવાળો પ્લેયર ફૂડ ટ્રક પાસે પેટ-પૂજા કરતો દેખાયો અને પછી…

ન્યૂ યૉર્ક: પાકિસ્તાન (Pakistan)નો વિકેટકીપર-બૅટર આઝમ ખાન (Azam Khan) વર્લ્ડ કપ માટે અમેરિકા આવીને પર્ફોર્મન્સને કારણે ફેમસ નથી થયો, પણ વજનદાર શરીરને લીધે તે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહ્યો છે. છઠ્ઠી જૂને અમેરિકા સામેની મૅચમાં તે ઝીરોમાં આઉટ થઈ ગયો હતો અને તેના નામે એકેય કૅચ કે સ્ટમ્પિંગ પણ નહોતા લખાયા. સ્વાભાવિક છે કે 110 કિલો જેનું વજન હોય એ ક્રિકેટરની મેદાન પરની પ્રત્યેક મૂવમેન્ટ પર પ્રેક્ષકોની નજર રહેતી હોય છે અને તેની જરા સરખી ભૂલ પણ ચર્ચાનો વિષય બની જતી હોય છે. આ તો વર્લ્ડ કપ છે એટલે તેના પર બધાનું ધ્યાન રહેવાનું જ. જોકે આ વખતે તેનો કિસ્સો થોડો અલગ છે. તે ન્યૂ યૉર્ક (New York)માં એક સ્થળે ફૂડ ટ્રક (Food Truck)નું ટેસ્ટ વાનગીઓ આરોગતો જોવા મળ્યો એટલે નજરમાં આવી ગયો.

ચટાકેદાર ડિશીસની મોજ માણવાનો શોખ કોને ન હોય! રવિવારની ભારત સામેની મૅચ માટેની ટીમમાંથી પડતા મૂકવામાં આવેલા આઝમ ખાનની બાબતમાં એવું છે કે તેને સ્ટ્રીટ ફૂડ બેહદ પસંદ છે એટલે આ ભાઈ કોઈની પણ પરવા કર્યા વિના બે દિવસ પહેલાં પહોંચી ગયા ન્યૂ યૉર્કની એક ફૂડ ટ્રક પાસે અને મનગમતી વાનગી ઑર્ડર કરીને આરોગવા લાગ્યા. આમ તો તેને ત્યાં કોઈએ ઓળખ્યો નહોતો, પણ કેટલાક પત્રકારો પણ એ સમયે ત્યાં જ હતા એટલે તેને ઓળખી લીધો અને વીડિયો ઉતારી લીધો તેમ જ ફોટા પાડી લીધા.

આ પણ વાંચો: T20 World Cup: SA vs BAN: અમ્પાયરના ખોટા નિર્ણયને કારને બાંગ્લાદેશ હાર્યું! જાણો શું કહે છે ICCનો આ નિયમ

આઝમ ખાનને જોકે કોઈનો ડર નહોતો. તેણે કેટલાક જર્નલિસ્ટ સાથે વાતચીત પણ કરી હતી. આ ઘટનાને લગતો વીડિયો વાઇરલ થયો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને વર્તમાન ટીમના સહાયક કોચ અઝહર મહમૂદને પત્રકાર પરિષદમાં એક પત્રકારે ટીમના ડાયટ પ્લાન વિશે સવાલ પૂછ્યો તો અઝહરને એ ન ગમ્યું.

આ પણ વાંચો: T20 world Cup: Pakistan v/s Canada: કૅનેડા આજે જીતશે તો પાકિસ્તાન આઉટ

કૉન્ફરન્સમાં અઝહરને એક પત્રકારે સવાલના અર્થમાં જણાવ્યું, ‘પાકિસ્તાની ટીમની અમેરિકા સામેની મૅચના સ્થળ ડલાસથી ભારત સામેના મુકાબલાવાળા શહેર ન્યૂ યૉર્ક સુધીની સફર ખૂબ સંઘર્ષભરી રહી. ખેલાડીઓને અમુક ખાસ ડાયટ પ્લાન અને નીતિ-નિયમોની યાદી અપાતી હોય છે. ખેલાડીઓ હારી રહ્યા છે, પરંતુ રાત્રે 1.00-1.30 વાગ્યે બહાર મોજ માણવાનું નથી ચૂકતા. પ્લેયર્સ શું કરતા હોય છે એના પર અમારી નજર હોય છે જ.’

આ પણ વાંચો: Arshdeep Singh: આ પાકિસ્તાની ક્રિકેટરે શીખ સમુદાયનું અપમાન કર્યું! હરભજને ઝાટક્યો તો માંગી માફી

અઝહર મહમૂદ ટીમના ડાયટ પ્લાન વિશે પૂછાતાં થોડો અકળાયો અને બોલ્યો, ‘અરે ભાઈ, ક્રિકેટ મેદાન પર રમાતી હોય છે અને એ સિવાય પણ ખેલાડીઓની લાઇફ જેવું હોય છે. તમે પણ ત્યાં હતા, ખરુંને? મેં તમને ત્યાં જોયા હતા. મારો કહેવાનો અર્થ એ છે કે અમારા ખેલાડીઓ મૅચ હારે એટલે કંઈ તેમની જિંદગીનો અંત આવી ગયો ન કહેવાય. કોઈ પણ ખેલાડીને મૅચ હારી ગયાનો અફસોસ જરૂર થાય અને એનો આક્રોશ તે ડ્રેસિંગ-રૂમમાં પાછા આવીને બતાવવાનો જ છે. હું તો ઇંગ્લૅન્ડની ટીમ સાથે પણ રહી ચૂક્યો છું. ખેલાડીઓ તેમની મનપસંદ વાનગી ખાવા કોઈ સ્થળે જાય એમાં કંઈ ખોટું નથી. અમારા માટે એ એક પ્રકારનું એન્ટરટેઇનમેન્ટ છે. બાકી, ડાયટ પ્લાન તો દરેક ફૉલો કરતા જ હોય. વિશ્ર્વની કોઈ પણ ટીમનો ડાયટ પ્લાન હોય જ. અમે હારી રહ્યા છે એટલે કોઈને લાગે કે અમે ડાયટ પ્લાન ફૉલો નથી કરી રહ્યા. જો અમે જીતી રહ્યા હોત તો તમે મને ડાયટ પ્લાન વિશેનો સવાલ ન પૂછ્યો હોત.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button