T20 World Cup 2024મનોરંજન

ટીમ ઈન્ડિયાની જિત પર બિગ બીએ કરી આવી પોસ્ટ…

29મી જૂન, 2024નો દિવસ 140 કરોડ ભારતીયો માટે એકદમ ઐતિહાસિક હતો અને હોય પણ કેમ નહીં? 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ટી20- વર્લ્ડકપ-2024 જિતી હતી. જ્યાં તમામ ભારતીયો આ ઐતિહાસિક મેચની એક પણ ક્ષણ મિસ નહોતા કરવા માંગતા ત્યાં બોલીવૂડના શહેનશાહ એવા અમિતાભ બચ્ચને ગઈકાલની મેચ નહોતી જોઈ અને ખુદ બિગ બીએ આ વાતની જાણકારી આપી હતી. ચાલો, તમને જણાવીએ આખરે કેમ બિગ બીએ ગઈકાલની મેચ મિસ કરી હતી?

T20 World Cup: દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું, ટીમ ઇન્ડ઼િયાની જીત પર બોલિવૂડ આફરીન

બિગ બીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ટીમ ઈન્ડિયાને જિત માટે અભિનંદન આપ્યા હતા અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ જિતતા હું પણ એકદમ ઈમોશનલ થઈ ગયો હતો. ભારતે 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે. જોકે, મેં આ મેચ નહોતી જોઈ, કારણ કે મારી એવી માન્યતા છે કે જ્યારે પણ હું મેચ જોઉં છું ત્યારે ત્યારે ટીમ ઈન્ડિયા મેચ હારી જાય છે.

જોકે, આ પહેલી વખત નથી કે ટીમ ઈન્ડિયાની કોઈ ઈમ્પોર્ટન્ટ મેચ હોય ત્યારે બિગ બી એ મેચ નથી જોતા, કારણ કે બિગ બીની એવી ધારણા છે કે તેઓ જ્યારે જ્યારે પણ મેચ જુએ છે ત્યારે ત્યારે ટીમ ઈન્ડિયા હારી જાય છે. અમિતાભ બચ્ચન પહેલાં પણ પોતાના બ્લોગમાં પણ આ વાતનો ખુલાસો કર્યો હતો.

Rohitતે મેસ્સીની સ્ટાઈલ કોપી કરી, ટ્રોફી આવી રીતે ઉપાડવા કોણે આપી હતી સલાહ

2023ના નવેમ્બરમાં પણ જ્યારે ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ વખતે પણ તેઓ મેચ નહીં જોશે એવી પોસ્ટ કરી હતી. પરંતુ એ સમયે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી અને લોકોએ સોશિયલ મીડિયા પર બિગ બીને ટ્રોલ કર્યા હતા કે તમે છૂપી-છૂપીને મેચ તો નથી જોઈને?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button