T20 World Cup 2024સ્પોર્ટસ
ગુરુવારે સાંજે વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટરોના રોડ-શોનું લાઈવ ટેલિકાસ્ટ પણ થવાનું છે

મુંબઈ: ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓનો ‘ઓપન બસ રોડ-શો’ આજે સાંજે લગભગ 5.00 વાગ્યે નરીમાન પૉઇન્ટ ખાતેના એનસીપીએ ખાતે શરૂ થશે. અંદાજે બે કલાક સુધી ચાલનારી આ વિક્ટરી પરેડ વાનખેડે સુધીની હશે.
2007માં એમએસ ધોનીના સુકાનમાં ભારતીય ટીમ સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીતીને પાછી આવી ત્યારે તેમની ‘વિજય પરેડ’ પણ મુંબઈમાં યોજાઈ હતી જેમાં હજારો લોકોએ પોતાના ચૅમ્પિયન ખેલાડીઓને જોવાનો મોકો ઉઠાવ્યો હતો.
ગુરુવારે રોહિત શર્મા અને તેના ચૅમ્પિયન પ્લેયર્સનો જે ‘ઓપન પરેડ રોડ-શો’ એનું લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે.
રોહિત શર્મા 2007ના વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો એટલે માત્ર તેના માટે વિજય-પરેડનો આ બીજો ઐતિહાસિક મોકો છે.
2007નો રોડ-શો મુંબઈ ઍરપોર્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધીનો (અંદાજે પચીસ કિલોમીટરનો) હતો. જોકે આ વખતનો રોડ-શો અંદાજે માત્ર એક કિલોમીટરનો છે.