T20 World Cup 2024: ભારતની જીત પર શું બોલ્યું ઇઝરાયલ, ટ્વિટ થઇ વાયરલ

ભારતે દિલધડક ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. આ જીત બાદ ભારતને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ઇઝરાયલથી લઇને અમેરિકા જેવા દેશોએ ભારતને જીત પર વધાઇ આપી છે.
ભારતમાં ઇઝરાયલના રાજદૂત નૌર ગિલોને પોતાના એક્સ હેન્ડલ પર ચક દે ઇન્ડિયા લખીને પોસ્ટ કરી છે.
નૌર ગિલોને ટીમ ઇન્ડિયાનો ફોટો શેર કર્યો છે. ઇઝરાયલના રાજદૂતે પોસ્ટ કર્યું હતું કે ખરેખર એક ઐતિહાસિક સિદ્ધિ!’
ભારતીય ટીમને અમેરિકાએ પણ અભિનંદન આપ્યા છે. આ વખતે T-20 વર્લ્ડ કપની કેટલીક મેચ વેસ્ટ ઈન્ડિઝમાં અને કેટલીક મેચ અમેરિકામાં રમાઇ હતી. આ વખતે અમેરિકાની ટીમ પણ મેદાનમાં ઉતરી હતી અને તેઓએ પાકિસ્તાનની ટીમને હરાવી પણ હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટીએ પણ ભારતને તેની જીત પર અભિનંદન આપ્યા છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે, ‘વાહ, ટીમ ઈન્ડિયાને શાનદાર જીત પર અભિનંદન.’