T20 World Cup 2024સ્પોર્ટસ

1983માં કપિલ દેવનો કેચ, હવે સુર્યાનો કેચ, જેણે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું

T20 wolrd cup 2024ની ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા(IND vs SA)ને 7 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે, ભારતીય ક્રિકેટ ચાહકોમાં હર્ષોલ્લાસનો માહોલ છે. ભારતીય ટીમ 17 વર્ષ બાદ બીજી વખત T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. આ જીતમાં તમામ ખેલાડીઓનું યોગદાન રહ્યું, પરંતુ સૂર્યકુમાર યાદવ(Surykumar Yadav)એ ડેવિડ મિલર(David Miller)નો શાનદાર કેચ પકડી સૌને ચોંકાવી દીધા. સૂર્યાનો આ કેચ જોઈને ચાહકોને 1983ના વર્લ્ડ કપ ફાઇનલમાં કપિલ દેવે લીધેલો ઐતિહાસિક કેચ યાદ આવી ગયો. સૂર્યાનાં કેચે મેચને સંપૂર્ણ રીતે પલટાવી દીધી.

1983ના વર્લ્ડ કપ ફાઇનલમાં કપિલ દેવે વિવિયન રિચર્ડ્સનો કેચ પકડીને ભારતને પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. કપિલ દેવે પકડેલા એ કેચે મેચને સંપૂર્ણ રીતે પલટાવી દીધી હતી. એ કેચ વિશે હજુ પણ એવું કહેવાય છે કે કપિલ દેવે માત્ર કેચ નહતો પકડ્યો, પરંતુ વર્લ્ડ કપ પકડ્યો હતો. તે ઐતિહાસિક ફાઇનલ મેચમાં વિવિયન રિચર્ડ્સે 28 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. એવું લાગતું હતું કે વિલિયન રિચર્ડ્સ વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતાવશે, પરંતુ જ્યારે રિચર્ડ્સે મદન લાલના બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો, ત્યારે કપિલ દેવે પાછળ દોડતા એક અશક્ય લાગતો કેચ પકડ્યો હતો, તે કેચના કારણે જ ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી.

હવે 2024 માં, સૂર્યકુમાર યાદવે T-20 વર્લ્ડ કપ ફાઇનલમાં એક કેચ પકડ્યો જેનાથી ભારત ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બન્યું. સૂર્યાએ બાઉન્ડ્રી લાઇન પર ડેવિડ મિલરનો શાનદાર કેચ લીધો હતો. આ કેચને કારણે ભારતની જીતની આશા પ્રબળ બની હતી. મિલરે હાર્દિકના ફુલ ટોસ બોલ પર લોંગ ઓન પર લાંબો શોટ માર્યો, બોલ બાઉન્ડ્રીની બહાર જઈ રહ્યો હોય એવું જણાતું હતું. આવી સ્થિતિમાં સૂર્યાએ કેચ પકડ્યો, તેને લાગ્યું કે તેનો પગ બાઉન્ડ્રી લાઇનની બહાર જતો રહેશે, ત્યારે સૂર્યાએ બોલને હવામાં ઉછાળ્યો, આ પછી સૂર્ય બાઉન્ડ્રી લાઇની પાર ગયો અને ફરી અંદર આવીને બોલ પકડી લીધો.

સૂર્યાના આ કેચને કારણે ભારતની જીત લગભગ નક્કી થઇ ગઈ, મિલર આઉટ થતાં જ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાની નજીક પહોંચી ગઈ. ભારતીય ટીમ આ મેચ 7 રનથી જીતવામાં સફળ રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker