T20 World Cup માં ભારતની જીતથી ગુજરાતમાં દિવાળી જેવો માહોલ, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી

અમદાવાદ : T20 વર્લ્ડ કપની(T20 World Cup)ફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શનિવારની રાત્રે ગુજરાતના(Gujarat)વિવિધ શહેરો તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી.
લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી
જેમાં અમદાવાદમાં પ્રહલાદનગર, આનંદનગર રોડ, નારણપુરા, પ્રભાતચોક, ઘાટલોડીયા અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં લોકો ટીમ ઈન્ડિયાની જીત સાથે જ રસ્તા ઉજવણી કરતાં જોવા મળ્યા. લોકોએ ભારત માતાકઈ જયના નારા લગાવ્યા હતા.તેમજ અમુક સ્થળોએ લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
વડોદરામાં પણ લોકોએ ઉજવણી કરી
આ ઉપરાંત વડોદરામાં પણ લોકોએ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી હતી. તેમજ લોકો રેલી સ્વરૂપે નીકળ્યા હતા. તેમજ ભારતની જીતની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ” ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીતવા બદલ Team Indiaને અભિનંદન. તમે સમગ્ર શ્રેણી દરમિયાન અજેય રહ્યા. તમારી શક્તિ અને ભાવના અને પ્રતિબદ્ધતા અજોડ હતી.ટ્રોફી ઘરે લાવવી એ એક ખાસ ક્ષણ છે. 140 કરોડ ભારતીયો માટે આનંદની વાત છે.”