T20 World Cup 2024સ્પોર્ટસ

આજે IND vs PAK મહા મુકાબલો, આ 5 પાકિસ્તાની ખેલાડીઓ આપી શકે છે જોરદાર ટક્કર

T20 World Cup 2024 IND vs PAK: આજે એક બાજુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ત્રીજી વાર શપથ લેશે તો બીજી બાજુ T20 વર્લ્ડ કપ 2024 ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થવા જઇ રહ્યો છે. આવામાં ભારતીયો માટે આજે સાંજે બે મોટી ઇવેન્ટ થવા જઇ રહી છે તો સમગ્ર ભારતીયોની રવિવારની સાંજ આજે ટેલીવિઝન કે પછી સ્માર્ટફોન સામે જ વીતવાની છે નક્કી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ન્યૂયોર્કની મુશ્કેલ પીચ પર આયર્લેન્ડ સામે જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાના (Team India) ખેલાડીઓનું કોન્ફિડેંસ લેવલ હાઇ છે.

જ્યારે, પાકિસ્તાનને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તેનો આત્મવિશ્વાસ ડગમગી શકે છે. જો પાકિસ્તાન આ મેચ હારી જાય છે તો તેના માટે આગળનો રસ્તો પડકારરૂપ બની શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા ખાસ હોય છે અને દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ મેચ પર નજર રાખે છે. આ કારણથી તેને મહામુકાબલા પણ કહેવામાં આવે છે.

બંને ટીમો તેમના સ્તરે કાગળ પર ખૂબ જ મજબૂત છે, પરંતુ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં, ભારત હરીફ ટીમ પર ઉપરી હાથ ધરાવે છે. જોકે, પાકિસ્તાન પાસે એવા ખેલાડીઓ છે જે ભારત માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આવો જાણીએ પાકિસ્તાનના એવા કયા પાંચ ખેલાડીઓ છે જે ભારતને પરેશાન કરી શકે છે…

બાબર આઝમ: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ એવા બેટ્સમેનોની યાદીમાં સામેલ છે જેમણે T20માં સૌથી વધુ રન બનાવ્યા છે અને સારા ફોર્મમાં છે. બાબરનું બેટ અમેરિકા સામે પણ રમ્યું અને ભારતીય બોલરોને બાબરને વહેલા આઉટ કરવાનો પડકાર રહેશે. જો બાબર લાંબો સમય ક્રિઝ પર રહેશે તો તે ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. ભારત સામે ટી20માં બાબરનો રેકોર્ડ સારો રહ્યો છે. તેણે ચાર મેચમાં એક અડધી સદી સાથે 92 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન સર્વોચ્ચ સ્કોર અણનમ 68 રનનો રહ્યો છે.

મોહમ્મદ રિઝવાન: પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ટી-20ના ખતરનાક બેટ્સમેનોમાં સામેલ છે. રિઝવાને બાબર સાથે મળીને 2021 T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનને જીત અપાવી હતી. પાકિસ્તાને આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી અને આ બંને બેટ્સમેન અણનમ રહીને પેવેલિયન પરત ફર્યા હતા. પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન રિઝવાન તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે. ભારત સામે રિઝવાનનો રેકોર્ડ પણ સારો છે. તેણે ભારત સામેની ચાર મેચમાં બે અડધી સદીની મદદથી 197 રન બનાવ્યા છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 79 રન છે.

મોહમ્મદ આમિર: પાકિસ્તાનનો ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ભારતીય બેટ્સમેનો માટે ખતરો સાબિત થઈ શકે છે. આમિરનો ભારત સામે પણ સારો રેકોર્ડ છે. આમિરે ભારત સામે ટી-20માં બે મેચ રમી છે અને ચાર વિકેટ લેવામાં તે સફળ રહ્યો છે. આમિર નવા બોલથી ભારતીય બેટ્સમેનોને ઘણી પરેશાન કરી શકે છે, આવી સ્થિતિમાં ભારતીય ટોપ ઓર્ડરને આમિરથી દૂર રહેવાની જરૂર છે. આમિરે અમેરિકા સામેની મેચમાં એક વિકેટ લીધી હતી.

શાહીન આફ્રિદી: નવા બોલ સાથે પાકિસ્તાની બોલિંગનું નેતૃત્વ કરનાર શાહીન શાહ આફ્રિદી તેના દિવસે કોઈપણ ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. શાહીન પહેલા પણ ભારતને મુશ્કેલીમાં મૂકી ચૂક્યો છે અને ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ તેનાથી દૂર રહેવાની જરૂર છે. ન્યૂયોર્કની પિચ પર બોલરોને મદદ મળી રહી છે, તેથી ભારતીય બેટિંગ ઓર્ડરે શાહીન સામે સાવધાનીપૂર્વક રમવું પડશે. ડાબોડી ફાસ્ટ બોલર શાહીને ભારત સામેની બે T20 મેચમાં ત્રણ વિકેટ લીધી છે અને તે તેના લહેરાતા બોલથી ભારતીય ખેલાડીઓને પરેશાન કરી શકે છે.

શાદાબ ખાન: પાકિસ્તાનનો લેગ સ્પિનર ​​શાદાબ ખાન બોલની સાથે સાથે બેટમાં પણ પ્રદર્શન કરવામાં સક્ષમ છે. શાદાબે અમેરિકા સામે 40 રનની મહત્વની ઈનિંગ રમી હતી અને તે આ મેચમાં બાબર આઝમ પછી પાકિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. ભારત સામે શાદાબનું પ્રદર્શન પણ સારું રહ્યું છે અને તેણે ચાર મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે. શાદાબે ભારત વિરૂદ્ધ બેટિંગ કરીને 15 રનનું યોગદાન આપ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ