T20 World Cup-2024: Delhi Policeએ ટ્વીટ કરીને ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટને પૂછ્યું…
ટી20 વર્લ્ડકપ-2024 (T20 World Cup-2024) ટુર્નામેન્ટમાં રવિવારે અમેરિકાના ન્યૂયોર્ક ખાતે ઈન્ડિયા વર્સીસ પાકિસ્તાન (IND Vs PAK) વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાઈ જેમાં પાકિસ્તાની ટીમને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બધા વચ્ચે દિલ્હી પોલીસનું એક ટ્વીટ (Delhi Police Viral Tweet) સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. આ ટ્વીટે પાકિસ્તાની ટીમ અને પાકિસ્તાની ક્રિકેટ ફેન્સના જખ્મ પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. આવો જોઈએ એવું તે શું છે આ ટ્વીટમાં…
પાકિસ્તાનની ટીમ 6 રનથી આ મેચ હારી જતાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ટીમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. દિલ્હી પોલીસે ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટને ટેગ કરીને એક વ્યંગાત્મક પોસ્ટ કરીને પાકિસ્તાની ક્રિકેટ ટીમને ટ્રોલ કરી હતી.
ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની ભારત સામેની આ છઠ્ઠી હાર હતી તો તમામ વર્લ્ડ કપ મેચની વાત કરીએ તો પાકિસ્તાની ટીમે 16માંથી એક જ મેચમાં જિત હાંસિલ કરી છે. પોતાના સેન્સ ઓફ હ્યુમરને કારણે ફેમસ થઈ ચૂકેલી દિલ્હી પોલીસ (Delhi Police Sence Of Humor)એ સોશિયલ મીડિયા પર ન્યુયોર્કના પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD)ને ટેગ કરતાં પાકિસ્તાનની હારની મજા લેતાં કહ્યું હતું કે અરે એનવાયપીડી, અમને બે મોટા ઘોંઘાટ સંભળાયા છે જેમાંથી એક તો ઈન્ડિયા ઈન્ડિયા છે અને બીજો ઘોંઘાટ કદાચ ટીવી ફોડવાનો છે. શું તમે આ વાતને કન્ફર્મ કરી શકો છો?
દિલ્હી પોલીસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ @DelhiPolice પરથી આ ટવીટ કર્યું હતું. યુઝર્સ પણ આ પોસ્ટ પર કમેન્ટ્સ અને લાઈકનો વરસાદ કરી રહ્યા છો. આ ટ્વીટને હજી સુધી 12 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ પોતાના ક્રિયેટિવ ટ્વીટ્સને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે આ ગંભીર ચિંતાનો વિષય છે અને દિલ્હી પોલીસે આની તપાસ કરવી જોઈએ. બીજા એક યુઝરે લખ્યું હતું તે સલામ દિલ્હી પોલીસ રોક્સ અને પાકિસ્તાની શોક્સ…
Also Read –