T20 World Cup 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ: પહેલી વાર વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં

કિંગ્સટાઉન : ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર જોનથન ટ્રોટના કોચિંગમાં અફઘાનિસ્તાનની ટીમે નવો ઇતિહાસ રચ્યો છે. રાશિદ ખાનના સુકાનમાં આ ટીમ પહેલી જ વાર વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચી છે. એ સાથે 2021નું ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આ વખતના ટી-20 વિશ્વ કપની બહાર થઈ ગયું છે. ગુરૂવારની પ્રથમ સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનનો મુકાબલો સાઉથ આફ્રિકા સાથે થશે. એ જ દિવસે બીજી સેમિ ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.

અફઘાનિસ્તાને મંગળવારે વરસાદના વિઘ્નો વચ્ચેના રોમાંચક મુકાબલામાં બંગલાદેશને આરહી રનથી હરાવીને લાસ્ટ ફોરમાં પ્રવેશ કરી લીધો હતો.

અફઘાનિસ્તાને 20 ઓવરમાં પાંચ વિકેટે 115 રન બનાવ્યા બાદ મેઘરાજાના વિઘ્નો વચ્ચે બંગલાદેશને જીતવા માટે 19 ઓવરમાં 114 રનનો નવો ટાર્ગેટ અપાયો હતો. જોકે અફઘાની બોલર્સના આક્રમણ વચ્ચે તેઓ માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.
લિટન દાસ (અણનમ 54 રન)નો લડાયક પરફોર્મન્સ એળે ગયો હતો. કેપ્ટન-સ્પિનર રાશિદ ખાન અને પેસબોલર નવીન ઉલ હકે ચાર-ચાર વિકેટ લીધી હતી. ફારૂકી અને નઈબે એક એક વિકેટ મેળવી હતી. એ પહેલાં, અફઘાનિસ્તાને બેટિંગ લીધી ત્યાર બાદ પાંચ વિકેટે જે 115 રન બનાવ્યા હતા એમાં ગુરબાઝના 43 રન હાઈએસ્ટ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button