Pakistani Teamની હારથી દુઃખી થઈ ગઈ મહિલા ફેન અને… વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર

Pakistani Teamની હારથી દુઃખી થઈ ગઈ મહિલા ફેન અને… વીડિયો થયો વાઈરલ…

પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડ કપ (Pakistani Team In T20 Worldcup)ના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘાવ મળ્યો છે અને આવું એટલા માટે કહેવાઈ રહ્યું છે કે છઠ્ઠી જૂનના પાકિસ્તાની ટીમ પોતાનાથી નબળી અમેરિકાની ટીમ (USA Cricket Team) સામે સુપર ઓવરમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ હારનું દુઃખ એટલું બધું વધારે હતું પાકિસ્તાની ફેન્સ પણ એકદમ ભાંગી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે, પોતાનો ગુસ્સો-બળાપો કાઢી રહ્યા છે.

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની ફેનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં પાકિસ્તાની ટીમની મહિલા ફેન પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે. આ ફેનને જ્યારે એક રિપોર્ટરે પૂછ્યું કે તમારી ટીમ આજે હારી ગઈ છે… જેના જવાબમાં તેણે કહ્યું દિલ કઈ રીતે મોટું રાખીએ? એક જ તો દિલ છે કેટલી વખત તોડીએ, એમણે તો દિલ તોડીને ચકનાચૂર કરી દીધું છે. ક્યાંથી દિલ મોટું રાખીએ.

આગળ વીડિયોમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં પાકિસ્તાની ફિમેલ ફેન કહી રહી છે કે એ લોકો જિતે ઓછું છે અને હારે વધારે છે. અમે લોકો અહીંયા તમને સપોર્ટ કરવા આવીએ છીએ, પણ તમે લોકો તમારું પર્ફોર્મન્સ ક્યારે દેખાડશો? દર વખતે બસ માત્ર વાતો કરો છો. મને તો એવું લાગે છે કે તમે લોકો બસ અહીંયા ફરવા આવો છો અને હારીને પાછા આવો છો.

વાત આટલેથી જ નથી પૂરી થતી. મહિલા ફેન પાકિસ્તાનની હારથી એટલી દુઃખી થઈ ગઈ હતી કે નહીં પૂછો વાત. આગળ વીડિયોમાં તે એવું પણ કહેતી જોવા મળે છે કે તમને લોકોને અમારી લાગણીની કિંમત જ નથી અને એટલે જ તમે એને પગની નીચે કચડી નાખો છો. હું થાકી ગઈ છું પાકિસ્તાની ટીમથી. તમે લોકોએ અમારી લાગણીની મજાક બનાવી મૂકી છે… આટલું કહીને આ મહિલા ફેન રડી પડે છે…

સંબંધિત લેખો

Back to top button