T20 World Cup 2024સ્પોર્ટસ

T20 Super Eight: ટી-20 વર્લ્ડ કપનું ટ્રેલર પૂરું, પિક્ચર હવે શરૂ

બુધવારે પહેલો સુપર-એઇટ મુકાબલો સાઉથ આફ્રિકા-અમેરિકા વચ્ચે રાત્રે 8.00 વાગ્યાથી

નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): રેકૉર્ડ-બ્રેક કુલ 20 ટીમનો સમાવેશ ધરાવતા ટી-20 વર્લ્ડ કપમાંથી 12 ટીમ બહાર થઈ ગઈ છે અને ટોચની આઠ ટીમ વચ્ચે બુધવાર, 19મી જૂને સુપર-એઇટ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જેનો પ્રથમ મુકાબલો સાઉથ આફ્રિકા અને અમેરિકા વચ્ચે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) થશે.

આ મૅચમાં સાઉથ આફ્રિકાના બૅટર્સની અણધાર્યા પર્ફોર્મન્સ માટે જાણીતી અમેરિકાની ટીમના બોલર્સ સામે કસોટી થશે.
લીગ રાઉન્ડની મોટા ભાગની મૅચ લો-સ્કોરિંગ રહી. છેક લીગના અંતિમ તબક્કામાં આ વર્લ્ડ કપની હાઇએસ્ટ ટોટલની ઇનિંગ્સ જોવા મળી હતી જેમાં વેસ્ટ ઇન્ડિઝે પાંચ વિકેટે 218 રન બનાવ્યા બાદ અફઘાનિસ્તાનને 114માં આઉટ કરીને 104 રનથી વિજય મેળવ્યો હતો. યુગાન્ડાનો વેસ્ટ ઇન્ડિઝ સામેનો 39 રનનો સ્કોર આ ટૂર્નામેન્ટમાં લોએસ્ટ છે.

અમેરિકાના મુખ્ય બોલર્સમાં સૌરભ નેત્રાવલકર, જસદીપ સિંહ, હરમીત સિંહ, નૉસ્થુશ કેન્જિગે, અલી ખાન તેમ જ ભૂતપૂર્વ કિવી ઑલરાઉન્ડર કૉરી ઍન્ડરસનનો સમાવેશ છે.

આ પણ વાંચો : T20 World Cup: WI vs AFG: Nicholas Pooranબન્યો વેસ્ટ ઈન્ડિઝનો સિક્સર કિંગ, ક્રિસ ગેલનો આ રેકોર્ડ તોડ્યો

મોનાંક પટેલ અમેરિકાનો કૅપ્ટન છે અને આ ટીમમાં નિસર્ગ પટેલ નામના બીજા ગુજરાતી ખેલાડીનો પણ સમાવેશ છે. આ ટીમમાં ભારતીય મૂળના આઠ, પાકિસ્તાની મૂળના બે ખેલાડી હોવા ઉપરાંત એક-એક ખેલાડી વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા, ન્યૂ ઝીલૅન્ડ અને નેધરલૅન્ડ્સનો છે.

અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં પરાસ્ત કર્યું હતું એને ધ્યાનમાં લઈને માર્કરમની ટીમ બુધવારની મૅચમાં ખૂબ સાવચેત રહેશે.

બીજું, સાઉથ આફ્રિકાની ટીમ ખૂબ સંઘર્ષ કરીને સુપર-એઇટમાં આવી છે. નેપાળ સામે એણે છેલ્લે છેલ્લે અંતિમ બૉલમાં એક જ રનથી વિજય મેળવ્યો એ જોતાં માર્કરમ ઇલેવને અમેરિકા સામે પણ ઝઝૂમવું પડશે.
સુપર-એઇટમાં ભારતની પ્રથમ મૅચ ગુરુવારે (રાત્રે 8.00 વાગ્યાથી) અફઘાનિસ્તાન સામે રમાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…