સ્પોર્ટસ

પાકિસ્તાન ફરી પટકાયું, હવે સિરીઝ ગુમાવવાની તૈયારીમાં…

બાર બૉલમાં સાત સિક્સર, બે કિવી ઓપનરે ધમાલ મચાવી દીધી!

ડનેડિન: મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ વગર અહીં પાંચ મૅચની લાંબી ટી-20 સિરીઝ રમવા આવેલી પાકિસ્તાનની ટીમ અહીં આજે સતત બીજી મૅચ હારી ગઈ હતી. ન્યૂઝીલેન્ડે ફરી વિજય મેળવીને 2-0થી સરસાઈ મેળવી લીધી છે અને હવે ફક્ત એક મૅચ જીતશે એટલે ટ્રોફી કિવીઓના કબજામાં આવી જશે.

રવિવારની પ્રથમ ટી-20માં ફક્ત 91 રનમાં ઑલઆઉટ થઈ જનાર પાકિસ્તાનની ટીમ આજે બૅટિંગ મળ્યા પછી વરસાદને પગલે નિર્ધારિત 15 ઓવરમાં 9 વિકટે 135 રન બનાવી શકી હતી. એમાં નવા કેપ્ટન સલમાન આગાના 46 રન હાઈએસ્ટ હતા.

Also read: રિષભ પંતે ગાવસકરની ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ…’ કમેન્ટનો આ રીતે ફાયદો ઉઠાવ્યો…

https://twitter.com/ESPNcricinfo/status/1901854623398613150


ન્યૂઝીલૅન્ડના ચાર બોલર જેકબ ડફી, બેન સીયર્સ, જેમ્સ નિશૅમ અને ઈશ સોઢીએ બે-બે વિકેટ લીધી. ન્યૂઝીલૅન્ડે 11 બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને વિજય મેળવી લીધો હતો. કિવીઓની ટીમે 13.1 ઓવરમાં પાંચ વિકેટે 137 રન બનાવ્યા હતા. ઓપનર્સ ટિમ સીફર્ટ (45 રન, 22 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) અને ફિન એલન (38 રન, 16 બૉલ, પાંચ સિક્સર, એક ફોર) ની જોડીએ માત્ર 4.4 ઓવરમાં 29 બૉલમાં) 66 રન બનાવ્યા હતા અને આ તૂફાની ભાગીદારીથી ટીમની જીત આસાન બનાવવાની શરૂઆત કરી હતી.

પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ અલીએ બીજી ઓવર અને શાહીન શાહ આફ્રિદીએ ત્રીજી ઓવર કરી હતી. આ બે ઓવરના બાર બૉલમાં સીફર્ટ અને એલને કુલ મળીને સાત છગ્ગા ફટકર્યા હતા.

Also read: સારાએ કરી લીધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સાથે સગાઈ? ટૂંક સમયમાં જ કરશે લગ્ન…

66 રનની આ પાર્ટનરશિપ બાદ ન્યૂ ઝીલૅન્ડનો નાનો ધબડકો થયો હતો. કિવીઓએ 97 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ડેરિલ મિચલ અને સાતમી ટી-20 રમનાર વિકેટકીપર માઈકલ હેય વચ્ચેની 35 રનની ભાગીદારીએ યજમાન ટીમની આબરૂ સાચવી લીધી હતી. ન્યૂ ઝીલૅન્ડે 13.1 ઓવરમાં પાંચ વિકેટે બનેલા 137 રનના સ્કોર સાથે વિજય હાંસલ કર્યો હતો.
ટિમ સીફર્ટને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button