T-20 Worldcup-2024: શું આ Worldcupમાં દેખાશે Afghani Mystry Girl? ક્રિકેટપ્રેમીઓને સતાવી રહેલો સવાલ…
આઈપીએલ-2024 (IPL-2024)નો ફીવર હવે લોકોના માથેથી ઉતરી ગયો છે અને તેની જગ્યાએ ટી-20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024)ની દિવાનગી છવાયેલી જોવા મળી રહી છે. ટી-20ની શરૂઆત થઈ ગઈ છે અને એની સાથે જ સોશિયલ મીડિયા પર એક ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ચર્ચા છે પોતાની અદાઓથી લોકોને ઘાયલ કરતી મિસ્ટ્રી ગર્લની. આવો જોઈએ કોણ છે આ મિસ્ટ્રી ગર્લ અને તેના વિશે શું ચર્ચા થઈ રહી છે-
આ મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહીં પણ વઝમા અયુબી (Wazhma Ayoubi) છે અને એવું કહેવાઈ રહ્યું છે કે વઝમા અયુબી અફઘાનિસ્તાનને ચિયરઅપ કરવા માટે ટી-20 વર્લ્ડકપમાં જોવા મળી શકે છે. આ અફઘાની મિસ્ટ્રી ગર્લ વઝમા અયુબી પોતાની સુંદરતાને કારણે મેચ દરમિયાન ચર્ચામાં રહે છે. આ પહેલાં તે ભારતની યજમાની હેઠળ યોજાયેલા વનડે વર્લ્ડકપ 2023 (One Day Worldcup-2023)માં જોવા મળી હતી.
વઝમાએ 2023માં વર્લ્ડ કપ દરમિયાન ભારત અને અફઘાનિસ્તાન એમ બંનેની ટીમને સપોર્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટ્રાગ્રામ પર તેના 1.1 મિલિયન ફોલોઅર્સ છે અને ભારતીય ક્રિકેટ ફેન્સમાં પણ તે ખાસી લોકપ્રિય છે. 29 વર્ષીય વઝમા એક ફેશન બ્રાન્ડ Laman Clothing ચલાવે છે. વઝમા અયુબી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
વઝમાએ ખુદ જણાવ્યું હતું કે તે અફઘાનિસ્તાન બાદ ઈન્ડિયન ટીમની ફેન છે. એટલું જ નહીં તેણે તો ભારતને પોતાનું બીજું ઘર ગણાવ્યું હતું. હવે ક્રિકેટપ્રેમીઓમાં એવી ચર્ચા સાંભળવા મળી રહી છે કે 2024ના આ ટી-20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup)માં અફઘાનિસ્તાનને ચિયરઅપ કરવા આવશે કે કેમ?