T20 World Cup 2024સ્પોર્ટસ

IND vs SA Finals: રિઝર્વ-ડેએ પણ મૅચ નહીં રમાય તો બંને ટીમ સંયુક્ત વિજેતા

આજના સુપર-ડુપર નિર્ણાયક મુકાબલા પહેલાં જાણી લો આ રસપ્રદ વિગતો…

બ્રિજટાઉન (બાર્બેડોઝ): ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે રાત્રે 8.00 વાગ્યાથી ટી-20 વર્લ્ડ કપનું ફાઇનલ ફિનાલે છે. બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં બંને ટીમ બરાબરીમાં છે. ભારતે 13 વર્ષ પછી પહેલી વાર આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની છે, જ્યારે સાઉથ આફ્રિકાએ પહેલી જ વાર વર્લ્ડ કપના તાજ પર પોતાની મહોર લગાવવાની છે.

| આજના અભૂતપૂર્વ જંગ પહેલાં જાણો આ ‘ઇલેવન’ પોઈન્ટ્સ… |

(1) વેસ્ટ ઇન્ડિઝમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ગયાના ખાતે ગુરુવારે રમાયેલી સેમિ ફાઇનલની જેમ આજે બ્રિજટાઉન (બાર્બેડોઝ)માં ભારત-સાઉથ આફ્રિકાની ફાઇનલ વખતે પણ પવન સાથે વરસાદ પડવાની પાક્કી સંભાવના છે. સ્થાનિક વેધશાળાના અહેવાલ મુજબ મૅચ પહેલાં વરસાદ આવી શકે અને મૅચ દરમિયાન પણ મેઘરાજા વિઘ્નો ઊભા કરી શકે એવી 50થી 60 ટકા સંભાવના છે.

(2) આ ફાઈનલ માટે આઈસીસીએ વધારાની 190 મિનિટ પણ ફાળવી છે. જો એમાં પણ મૅચ પૂરી નહીં થઈ શકે તો રવિવારનો રિઝર્વ-ડે પણ રાખવામાં આવ્યો છે એટલે આજની અધૂરી રમત આવતી કાલે શરૂ કરી શકાશે.

(3) આવતી કાલે (રવિવારે) પણ બ્રિજટાઉનમાં વરસાદ પડવાની સંભાવના છે. મૅચ કમ્પ્લીટ કરવા માટે બંને ટીમની 10-10 ઓવર પૂરી થઈ હોવી જોઈશે. જો રિઝર્વ-ડે પણ 10-10 ઓવરની મૅચ પૂરી નહીં થઈ શકી હોય તો બંને ટીમને સંયુક્ત વિજેતા ઘોષિત કરવામાં આવશે.

(4) બ્રિજટાઉનમાં આ વર્લ્ડ કપની નવમી મૅચ રમાવા જઈ રહી છે. બીજી જૂનની પહેલી મૅચ ટાઈ થઈ હતી. એની સુપર ઓવરમાં નામિબિયાએ ઓમાનને હરાવી દીધું હતું.

(5) આજની ફાઈનલ ટાઈ થશે તો સુપર ઓવરથી રિઝલ્ટ લાવવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થશે તો નવી સુપર ઓવર રમાશે. જો વરસાદ કે બીજા કોઈ કારણસર સુપર ઓવર રદ કરવી પડશે તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરાશે.

(6) ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી જ વાર બે અપરાજિત ટીમ ફાઈનલમાં સામસામે આવી છે. બેમાંથી જે પણ ટીમ જીતશે એ આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં અપરાજિત રહીને ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ કહેવાશે.

(7) સાઉથ આફ્રિકાની આ પહેલી આઈસીસી વર્લ્ડ કપ ફાઇનલ છે. સાઉથ આફ્રિકા પહેલી જ વખત આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારત સામે રમશે. 2014ના ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું.

(8) સાઉથ આફ્રિકાની ટીમ ક્રિકેટની કરીઅરમાં એકમાત્ર મોટી ટ્રોફી 1998માં જીત્યું હતું. જોકે એ સૌપ્રથમ વિલ્સ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ હતી જેની ફાઇનલમાં હન્સી ક્રોન્યેના સુકાનમાં સાઉથ આફ્રિકાએ બ્રાયન લારાના નેતૃત્વમાં રમનાર વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું.

(9) સાઉથ આફ્રિકા વન-ડેના આઈસીસી વર્લ્ડ કપમાં પાંચ વખત (1992, 1999, 2007, 2015, 2023) અને ટી-20ના વર્લ્ડ કપમાં બે વાર (2009, 2014)ની સેમિ ફાઇનલમાં હારી ચૂક્યું છે. જોકે પહેલી જ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે.

(10) વેસ્ટ ઈન્ડિઝમાં છેલ્લે 2010માં ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો. ત્યારની ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ પણ બ્રિજટાઉનના કેન્સિન્ગ્ટન ઓવલમાં રમાઈ હતી.

(11) આ વખતે સાઉથ આફ્રિકા બ્રિજટાઉનમાં એકેય મેચ નથી રમ્યું, પણ ભારતે આ સ્થળે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો