સ્પોર્ટસ

સૂર્યકુમાર યાદવે કેપ્ટન તરીકેની પ્રથમ મેચમાં મેળવ્યો વિજય: રિંકૂ અને મૂકેશના કર્યા વખાણ

વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવ પ્રથમવાર કેપ્ટનશિપ કરી રહ્યો હતો. જીતમાં સૂર્યાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ૪૨ બોલમાં ૮૦ રનની શાનદાર ઇનિંગ રમીને ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું હતું
મેચ બાદના એવોર્ડ સમારોહમાં સૂર્યાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ એક ગર્વની ક્ષણ છે, જ્યારે પણ તમે ક્રિકેટ રમો છો, ત્યારે તમે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું વિચારો છો. મેં ડ્રેસિંગ રૂમમાં કેપ્ટનશિપનું દબાણ મુકીને આવ્યો હતો. મેં મારી બેટિંગનો આનંદ માણવાનો પ્રયાસ કર્યો, પછી ભલે હું ૧૦ કે ૪૦ બોલ રમું. રિંકુ સિંહે ૧૪ બોલમાં ૨૨ રનની અણનમ ઇનિંગ રમીને મેચ પૂરી કરી હતી. સૂર્યકુમારે કહ્યું હતું કે ’ છોકરાઓએ જે રીતે તેમનો જુસ્સો જાળવી રાખ્યો તે જોવું ખૂબ જ સારું લાગ્યું. રિંકુ માટે આ સ્વાભાવિક પરિસ્થિતિ હતી. તેમના સંયમથી મને પણ શાંતિ મળી.
સૂર્યાએ ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન મુકેશ કુમારની છેલ્લી ઓવરનો ઉલ્લેખ કર્યો હતો. સૂર્ય કુમારે મુકેશે પ્રશંસા કરી હતી. કેપ્ટને કહ્યું હતું કે તેણે સારી બોલિંગ કરી હતી. એક સમયે અમે વિચાર્યું હતું કે તેઓ ૨૩૦-૨૩૫નો સ્કોર કરશે પરંતુ બોલરોએ ખરેખર સારું પ્રદર્શન કર્યું. એક સમયે ભારતનો સ્કોર બે વિકેટે ૨૨ રન હતો અને એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે, પરંતુ આ પછી સૂર્યા અને ઈશાન કિશને શાનદાર ભાગીદારી કરી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button