સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં સાઇબાબાના આશીર્વાદ લેવા શિરડી પહોંચી ગયો સૂર્યકુમાર…

મુંબઈ: ભારતની ટી-20 ટીમનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ઇંગ્લૅન્ડ સામે આગામી બાવીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ પહેલાં પત્ની દેવિશા સાથે બુધવારે શિરડી ગયો હતો. તેણે આશીર્વાદ મેળવવા સાઇબાબાની મૂર્તિ નજીક પૂજા-અર્ચના કરી હતી.

Click the photo and see the video instagram

ભારતના ટી-20 કૅપ્ટન તરીકે સૂર્યાનો પર્ફોર્મન્સ સારો રહ્યો છે, પરંતુ તાજેતરમાં વિજય હઝારે ટ્રોફીમાં તે સારું નથી રમી શક્યો. ચાર ઇનિંગ્સમાં તે ફક્ત 38 રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચો : ICC test ranking: રિષભ પંતનો ટોપ 10માં પ્રવેશ, વિરાટ-રોહિત વધુ એક ફટકો લાગ્યો

ઇંગ્લૅન્ડ સામેની 22મીની પ્રથમ ટી-20 કોલકાતામાં અને ત્યાર પછીની મૅચો 25, 28, 31 જાન્યુઆરી તથા બીજી ફેબ્રુઆરીએ રમાશે.

નવેમ્બર, 2024માં સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં ભારતનો સૂર્યકુમારના નેતૃત્વમાં 3-1થી વિજય થયો હતો.
હાલમાં ટી-20ના રૅન્કિંગમાં ભારતીય ટીમ મોખરે છે. ભારતના 268 પૉઇન્ટ છે, જ્યારે ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડ અનુક્રમે 259 અને 255 પૉઇન્ટ સાથે બીજા-ત્રીજા ક્રમાંકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button