Sarfaraz khan માટે આ શું પોસ્ટ કરી Surya Kumar Yadavએ?
ધરમશાલા: ગુજરાતના રાજકોટ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યા બાદથી સરફરાઝ ખાન સતત રન બનાવી રહ્યો છે અને ચોથી ટેસ્ટમાં બેન સ્ટોક્સની માઇન્ડ ગેમનો શિકાર બન્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર સરફરાઝ ખાને સાતમી માર્ચથી હિમાચલના ધરમશાલા ખાતે પાંચમી મેચમાં ટેસ્ટ મેચમાં કમબેક કર્યું છે અને આ મેચમાં સરફરાઝ ખાને ઈંગ્લેન્ડની ટીમ સામે બીજી શાનદાર ઈંનિંગ રમી હતી.
ધરમશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસે સરફરાઝે તેના ટેસ્ટ કરિયરની ત્રીજી હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. સરફરાઝ ખાને 60 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. T20 કિંગ સૂર્યકુમાર યાદવ સરફરાઝની આ બેટિંગ સ્ટાઈલથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. સૂર્યાએ સોશિયલ મીડિયા પર સરફરાઝ ખાનનો ફોટો શેર કરીને તેના ભરપેટ વખાણ કર્યા હતા.
READ MORE:
સરફરાઝે તેની ઇનિંગ દરમિયાન 93 ટકા બોલનો સામનો કર્યો હતો અને માત્ર ત્રણ બોલ બીટ થયો હતો.
આ આંકડાનો સ્ક્રીનશોટ લઈને સૂર્યકુમારે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, શેર ભૂખા હૈ… અત્રે ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર સરફરાઝનો સૌથી મોટો સપોર્ટર રહ્યો છે, કારણ કે બંને ક્રિકેટર એક જ રાજ્યની ટીમ માટે રમે છે. સૂર્યકુમારે જ સરફરાઝના પિતા નૌશાદને તેમના પુત્રનું ડેબ્યુ જોવા રાજકોટ જવા માટે પ્રેરિત કર્યા હતા.
આ સિવાય સૂર્યકુમારે એક વોઈસ નોટ દ્વારા તેમને રાજકોટ જવા માટે પ્રેરિત કર્યા હતા. સૂર્યાએ સરફરાઝના પિતાને એક વોઈસ નોટમાં કહ્યું હતું કે, ગયા વર્ષે નાગપુરમાં જ્યારે મને ટેસ્ટ કેપ મળી ત્યારે મારો પરિવાર મારી સાથે હતો, તે આપણા બધા માટે યાદગાર ક્ષણ હતી.
READ MORE:
તમારે ત્યાં હોવું જોઈએ. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં સરફરાઝના પિતાએ પણ આ વાતનો ખુદ ખુલાસો કર્યો હતો. અહીંયા તમારી જાણ માટે સરફરાઝ ખાન અને ધ્રુવ જુરૈલ એક સાથે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું છે પણ સરફરાઝ દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે જ છે.