ઇન્ટરનેશનલનેશનલસ્પોર્ટસ

IND Vs SA 2nd T20: હાર્દિક અને સુર્યા કરી બેઠા આ મોટી ભૂલ, જેના કારણે ટીમ મેચ હારી ગઈ

ગકેબરહા: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે 4 T20 મેચની સિરીઝ રમી રહી છે. સિરીઝની બીજી મેચ ગઈ કાલે રવિવારે ગકેબરહાના મેદાનમાં રમાઈ (ND Vs SA 2nd T20) હતી, જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 3 વિકેટે જીત મેળવી હતી, હાલ આ સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે (Indian Cricket team) દક્ષીણ આફ્રિકાને 125 રનનો આસાન ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ઝડપી હતી, તેમ છતાં ભારતીય ટીમ મેચ જીતી શકી ન હતી.

ભારતની હારનું મોટું કારણ કેપ્ટન સુર્યકુમાર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મોટી ભૂલોને માનવામાં આવી રહ્યું છે.

હાર્દિક પંડ્યાનો ઓવર કોન્ફીડન્સ!
પંડ્યાએ બેટિંગમાં મોટી ભૂલ કરી હતી. મેચમાં ભારતીય ટીમે માત્ર 15 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમે 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતાં, છેલ્લી બે ઓવરમાં હાર્દિક પીચ પર હાજર હતો, સ્ટ્રાઈક પર હોવા છતાં પંડ્યા માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. પંડ્યાએ સિંગલ્સ લેવાનું ટાળ્યું હતું અને અર્શદીપ સિંહને સ્ટ્રાઇક આપી ન હતી. જ્યારે અર્શદીપે 6 બોલમાં એક સિક્સર ફટકારીને 7 રન બનાવ્યા હતા.

છેલ્લી ઓવરમાં હાર્દિકે પ્રથમ 4 બોલ ખાલી કાઢ્યા હતા. જોકે છેલ્લા 2 બોલમાં એક ચોગ્ગો ફટકારીને કુલ 6 રન બનાવ્યા હતા. પરંતુ જો પંડ્યાએ છેલ્લી બે ઓવરમાં નિયમિત રીતે સ્ટ્રાઈક રોટેટ કરી હોત તો કદાચ 10-15 વધુ રન બની શક્યા હોત. જે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી શક્યા હોત. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાના ટ્રિસ્ટન સ્ટબ્સે બોલર ગેરાલ્ડ કોએત્ઝીને સ્ટ્રાઈક આપી હતી. પરિણામે ગેરાલ્ડે 9 બોલમાં 19 રન બનાવ્યા હતા.

કેપ્ટન સૂર્યકુમારની મોટી ભૂલ:
125 રનનો ટાર્ગેટ આપ્યા બાદ સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીએ સારી બોલિંગ કરી હતી, 17 રનમાં 5 વિકેટ ઝડપી હતી. જેના કારણે આફ્રિકાની ટીમે 86 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ દક્ષીણ આફ્રિકાને જીતવા માટે 26 બોલમાં 39 રનની જરૂર હતી, જ્યારે તેની માત્ર 3 વિકેટ બાકી હતી.

આ દરમિયાન સૂર્યાએ એક મોટી ભૂલ કરી, જેના કારણે ટીમ મેચ હારી ગઈ. 10મી ઓવર અક્ષર પટેલે ફેંકી હતી, તેણે આ એક ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા. આ પછી સૂર્યાએ તેણે ઓવર ન આપી. ઇનિંગ્સની 13મી ઓવર વરુણની મેચમાં છેલ્લી ઓવર હતી. આફ્રિકાએ પણ 6 વિકેટે 67 રન બનાવી લીધા હતા.

આ પણ વાંચો…..હરિયાણાના યશવર્ધને કર્યો રેકોર્ડ-બ્રેક રનનો ઢગલો, 428 રન ખડકી દીધા

અહીંથી કેપ્ટન સૂર્યા ઈચ્છતો હતો કે અક્ષર રવિ બિશ્નોઈની સાથે બોલિંગ કરે અને સ્પિન પિચનો પૂરો ફાયદો ઉઠાવે. 14મી અને 16મી ઓવર બિશ્નોઈએ ફેંકી હતી. જ્યારે બીજા છેડે ફાસ્ટ બોલરોએ બોલિંગ કરી. આ ભૂલ મોંઘી સાબિત થઈ. અક્ષર પાસે 1-2 ઓવર વધુ ફેંકાવી હોત તો કદાચ મેચનું પરિણામ અલગ આવી શક્યું હોત.

અર્શદીપે 17મી ઓવરમાં 12 અને અવેશે 18મી ઓવરમાં 12 રન આપ્યા હતા. જ્યારે 19મી ઓવરમાં અર્શદીપ 16 રન આપ્યા. જો અક્ષરને 15મી અને 17મી ઓવર આપવામાં આવીતો 1-2 વિકેટ મળવાની અપેક્ષા હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button