સૂર્ય કુમાર યાદવે મુંબઈમાં ખરીદ્યા આલિશાન ફ્લેટસ, જાણો કિંમત કેટલી છે?

મુંબઈ: વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ T20Iમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સંભાળે છે. હાલમાં જ શરુ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં મુંબઈ ઇન્ડિયન્સ(MI)ની પહેલી મેચમાં પણ સુર્યાએ ટીમની આગેવાની કરી હતી. સુર્યા ઘણા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં CSK સામેની મેચમાં સારા ફોર્મમાં દેખાયો હતો, જોકે તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. ચાહકોને આશા છે કે આવતા મેચમાં સુર્યા મોટી ઇનિંગ રમે. એવામાં સુર્યા સાથે જોડાયેલા રસપ્રદ સમાચાર મળ્યા છે.
અહેવાલ છે કે, સૂર્યકુમાર યાદવ અને તેમની પત્ની દેવીશા શેટ્ટીએ મુંબઈના દેવનાર વિસ્તાર બે નવા ઘર ખરીદ્યા (Suryakumar Ydava bought flats in Mumbai) છે. જેની કિંમત કરોડો રૂપિયા છે. સૂર્યકુમાર યાદવે દેવનારમાં ગોદરેજ સ્કાય ટેરેસમાં બે નવા એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.
ગોદરેજ સ્કાય ટેરેસિસ પ્રોજેક્ટમાં એપાર્ટમેન્ટ્સ 21 માર્ચ, 2025 ના રોજ રજીસ્ટર થયા હતા. યાદવે સળંગ ફ્લોર પર બે યુનિટ ખરીદ્યા છે, જેનો સંયુક્ત કાર્પેટ એરિયા આશરે 4,222.7 ચોરસ ફૂટ છે અને કુલ બિલ્ટ-અપ એરિયા 4,568 ચોરસ ફૂટથી વધુ છે.
આ પણ વાંચો…આજે રાજસ્થાન અને કોલકત્તા વચ્ચે ટક્કર, બંન્ને ટીમ પહેલી મેચ હારી ચૂકી છે…
અહેવાલ મુજબ સૂર્યાના નવા ફ્લેટની કિંમત લગભગ 21.11 કરોડ રૂપિયા છે. ફ્લેટ ખરીદવા પર 1.26 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી છે. જો કે સૂર્યાના નવા ફ્લેટની અંદરની તસવીરો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
એગ્રીમેન્ટમાં છ ડેઝીગ્નેટેડ કાર પાર્કિંગ સ્લોટ્સનો પણ સમાવેશ થાય છે. ડોક્યુમેન્ટ મુજબ ₹1.26 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને ₹30,000 ની રજીસ્ટ્રેશન ફી ચુકવવામાં આવી છે.
અહેવાલ મુજબ ગોદરેજ સ્કાય ટેરેસિસ 1.05 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 3 BHK અને 4 BHKઅન ફ્લેટ્સ છે.
દેવનાર ઇસ્ટ મુંબઈમાં ચેમ્બુર નજીક આવેલો મુંબઈનો ઉપનગરીય રહેણાંક વિસ્તાર છે.