સૂર્યકુમાર સિરીઝમાં પહેલી વાર ટૉસ જીત્યો, બૅટિંગ પસંદ કરી…

જોહનિસબર્ગઃ ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે અહીં આજે સાઉથ આફ્રિકા સામેની ચોથી અને છેલ્લી ટી-20માં ટૉસ જીત્યા પછી બૅટિંગ પસંદ કરી હતી.
આ પણ વાંચો : વિરાટ કોહલી ઈજાગ્રસ્ત! બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો
પહેલી ત્રણેય મૅચમાં યજમાન ટીમના સુકાની એઇડન માર્કરમ ટૉસ જીત્યો હતો અને ફીલ્ડિંગ પસંદ કરી હતી. જોકે આજે સૂર્યાએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
જોહનિસબર્ગનું ગ્રાઉન્ડ હાઈ-સ્કોરિંગ માટે જાણીતું છે. સૂર્યાએ જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ આ શ્રેણીમાં પ્રથમ બૅટિંગમાં સારું પર્ફોર્મ કર્યું હોવાથી ફરી એકવાર પહેલા બૅટિંગ કરવા માગે છે.
બન્ને ટીમે ત્રીજી મૅચની ઇલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો. માર્કરમે કહ્યું હતું કે `ફરી ટૉસ જીત્યો હોત તો ફીલ્ડિંગ જ પસંદ કરી હોત કે બૅટિંગ એ મેં નક્કી નહોતું કર્યું, પરંતુ છેવટે મેં બૅટિંગનો જ નિર્ણય લીધો હોત.
જોહનિસબર્ગના મેદાન પર એક સ્ક્વેર બાઉન્ડરી પિચથી 62 મીટર અને બીજી 66 મીટર દૂર છે, જ્યારે સ્ટ્રેઇટ બાઉન્ડરી લાઇન 86 મીટર દૂર છે.
જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે ભારત ચારમાંથી ત્રણ ટી-20 જીત્યું છે.
આ પણ વાંચો : ભારતની ટી-20માં પાંખવાળા ઉડતા મકોડાનો આતંક: સાઉથ આફ્રિકામાં આ કોઈ નવી વાત નથી!
રમણદીપ સિંહ પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે અને આજે તેને બોલિંગનો મોકો મળશે કે કેમ એ જોવું રહ્યું.