સ્પોર્ટસ

ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં સૂર્યકુમાર અને પત્ની દેવિશા સાથે અવનીત કૌર જોવા મળી

ઉજ્જૈનઃ ભારતની ટી-20 ટીમનો સુકાની સૂર્યકુમાર યાદવ ઑસ્ટ્રેલિયા ખાતેના આગામી પ્રવાસ પહેલાં તાજેતરમાં પત્ની દેવિશા શેટ્ટી સાથે મધ્ય પ્રદેશમાં ઉજ્જૈન (Ujjain) શહેરના મહાકાલ (Mahakaal) ટેમ્પલમાં ગયો હતો. તેમની આ મુલાકાત વખતે મંદિરમાં જાણીતી અભિનેત્રી અવનીત કૌર (Avneet Kaur) પણ જોવા મળી હતી.

આક્રમક બૅટિંગ માટે જાણીતા સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટી-20 ટીમે ઘણી શ્રેણીઓમાં સફળતા મેળવી છે અને હવે ઑસ્ટ્રેલિયાના પડકારરૂપ પ્રવાસે જતાં પહેલાં સૂર્યકુમારે ઉજ્જૈનનો પ્રવાસ કર્યો હતો અને ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ પર ` જય શ્રી મહાકાલ’ની કૅપ્શન સાથે વીડિયો પોસ્ટ કર્યો હતો.

આપણ વાંચો: ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન’ બન્યા પછી સૂર્યકુમાર યાદવે દિલ જીતનારું આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

આ વીડિયોના ફૂટેજ અનુસાર સૂર્યકુમાર અને દેવિશા મંદિરમાં આરતી દરમ્યાન ભક્તિભાવમાં લીન હતાં. એ સમયે અવનીત કૌર જોવા મળતાં મીડિયામાં કેટલાક લોકોએ જાત જાતના વિચારો શૅર કર્યા હતા. જોકે અવનીતે ઇન્સ્ટાગ્રામ પર સ્નૅપશૉટ સાથે કૅપ્શનમાં લખ્યું હતું કે ` મારા જન્મદિને મેં ભગવાન શિવજીના આશીર્વાદ લીધાં. હર હર મહાદેવ.’

ઑનલાઇન પર ક્રિકેટપ્રેમીઓ ટિપ્પણીઓ સાથે તૂટી પડ્યા હતા. એક જણે લખ્યું, વો અવનીત થી ક્યા સાઇડ મેં?' બીજા એક જણે સમર્થન આપતાં લખ્યું, હા, વિરાટે તેને વધુ ફેમસ કરી છે.’ આ ક્રિકેટપ્રેમીનો કહેવા પાછળનો હેતુ વિરાટ કોહલીએ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં અવનીતના ફોટોને લાઇક કર્યો એને પગલે જે વાતો ઊડી એની યાદ અપાવવાનો હતો.

તાજેતરમાં વિરાટ કોહલીએ ઍક્ટ્રેસ અવનીત કૌરના ફૅન પેજ પર એક ફોટો અકસ્માતે જ લાઇક કર્યો હતો. પરિણામે, કેટલાક લોકો અભિનેત્રી અનુષ્કા શર્માના પતિ વિરાટને અવનીત સાથે જોડવા લાગ્યા હતા. જોકે વિરાટે મીડિયામાં જ સ્પષ્ટતા કરવી પડી હતી કે તેનાથી કોઈ પણ પ્રકારના ઇરાદા વિના આ ફોટો લાઇક થઈ ગયો હતો અને લોકોએ આ મુદ્દે ખોટી ધારણાઓ બાંધવાનું તેમ જ ખોટી અટકળો કરવાનું બંધ કરવું જોઈએ.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button