મૅચ ધોવાઈ ગઈ, પણ સૂર્યકુમારે મેળવી રોહિત જેવી આ મોટી સિદ્ધિ

કૅનબેરાઃ બુધવારે અહીં મનુકા ઓવલ ગ્રાઉન્ડ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ વરસાદને કારણે અનિર્ણીત રહી અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ની ઇનિંગ્સ 39 રન પર જ અટકી ગઈ હતી, પરંતુ તેણે વરસાદને લીધે ધોવાઈ ગયેલી આ મૅચમાં પણ એક મોટી સિદ્ધિ મેળવી લીધી હતી.
સૂર્યકુમાર ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 સિક્સર ફટકારનારો રોહિત શર્મા પછીનો બીજો ભારતીય બૅટ્સમૅન બન્યો છે. વિરાટ કોહલી આ બન્ને દિગ્ગજ પછી ત્રીજા નંબરે છે.
Josh Hazlewood v Suryakumar Yadav has been elite viewing #AUSvIND pic.twitter.com/nbpOQhcY4W
— cricket.com.au (@cricketcomau) October 29, 2025
રોહિત શર્મા ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે તેની કુલ 205 સિક્સર આ ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં વિશ્વવિક્રમ છે. સૂર્યકુમારે બુધવારની મૅચમાં બે સિક્સર ફટકારી હતી જેમાંની બીજી સિક્સર 150મી હતી. ભારતીયોમાં રોહિત 205 સિક્સર સાથે પ્રથમ, સૂર્યા (150) બીજા નંબરે અને વિરાટ કોહલી (124) ત્રીજા નંબરે છે. વિરાટ પણ રોહિતની જેમ ટી-20 ઇન્ટરનૅશનલ છોડી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ (99)ને 100 સિક્સરના જાદુઈ આંકડા સુધી પહોંચવા એક અને હાર્દિક પંડ્યા (96)ને ચાર છગ્ગાની જરૂર છે.

ટી-20ના ટોચના પાંચ સિક્સ-હિટર્સ
(1) રોહિત શર્મા, ભારત, 151 ઇનિંગ્સમાં 205 સિક્સર
(2) મુહમ્મદ વસીમ, યુએઇ, 91 ઇનિંગ્સમાં 187 સિક્સર
(3) માર્ટિન ગપ્ટિલ, ન્યૂ ઝીલૅન્ડ, 118 ઇનિંગ્સમાં 173 સિક્સર
(4) જૉસ બટલર, ઇંગ્લૅન્ડ, 132 ઇનિંગ્સમાં 172 સિક્સર
(5) સૂર્યકુમાર યાદવ, ભારત, 86 ઇનિંગ્સમાં 150 સિક્સર
આ પણ વાંચો…IND vs AUS 1st T20I: કેનબેરાની પીચ કેવી રહેશે? જુઓ સ્ટેડિયમના આંકડા અને હેડ ટુ હેડ રેકોર્ડ…



