સ્પોર્ટસ

સૂર્યકુમાર પાસે ઇતિહાસ રચવાનો મોકો, અત્યાર સુધી એક જ ભારતીય આ સિદ્ધિ મેળવી શક્યો છે

નવી દિલ્હીઃ આઠ દેશ વચ્ચેની ટી-20 એશિયા કપ સ્પર્ધા શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે અને આ સ્પર્ધામાં ભારતની પ્રથમ મૅચ 10મી સપ્ટેમ્બરે યુએઇ સામે અને પછી બીજી મૅચ 14મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાશે. અહીં વાત પહેલી બે મૅચ કોની સામે રમાશે એના કરતાં વધુ મહત્ત્વની બાબત એ છે કે કૅપ્ટન સૂર્યકુમાર યાદવને રોહિત શર્મા જેવી અપ્રતિમ સિદ્ધિ મેળવવાની તક છે.

માની લઈએ કે સૂર્યકુમાર પ્રથમ મૅચમાં કે પહેલી બે મૅચમાં કુલ ચાર સિક્સર ફટકારશે જ. જો એવું થશે તો સૂર્યકુમાર ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 સિક્સર પૂરી કરનાર રોહિત પછીનો બીજો ભારતીય બની જશે.

આ પણ વાંચો… સૂર્યકુમાર એશિયા કપમાં નહીં રમી શકે તો ત્રણ પ્લેયર કૅપ્ટન્સી માટે દાવેદાર

રોહિતે ગયા વર્ષે ભારતને ટી-20 વર્લ્ડ કપ અપાવ્યા બાદ આ ફૉર્મેટની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને એ રિટાયરમેન્ટ સુધીમાં તેણે ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કુલ 205 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતનો આ વર્લ્ડ રેકૉર્ડ છે. બીજો કોઈ બૅટ્સમૅન 175 સિક્સર પણ નથી ફટકારી શક્યો.

સૂર્યકુમાર યાદવના નામે 146 સિક્સર છે. તે હવે ચાર છગ્ગા મારશે એટલે તેના નામે 150 સિક્સર થઈ જશે અને 150 કે વધુ સિક્સર ફટકારનાર વિશ્વનો પાંચમો અને ભારતનો બીજો ખેલાડી બની જશે. 150 સિક્સરની સિદ્ધિ તેને વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરન અને ઑસ્ટ્રેલિયાના ગ્લેન મૅક્સવેલની આગળ પણ કરી દેશે.

ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ કોની કેટલી સિક્સર

બૅટ્સમેન સિક્સર

રોહિત શર્મા 205
માર્ટિન ગપ્ટિલ 173
મુહમ્મદ વસીમ 168
જૉસ બટલર 160
નિકોલસ પૂરન 149
ગ્લેન મૅક્સવેલ 148
સૂર્યકુમાર યાદવ 146

આ પણ વાંચો…પાકિસ્તાનને ભારતની ` ચેતવણી’, સૂર્યકુમાર ફુલ્લી ફિટ થઈ ગયો છે

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button