સુરતની સાત વર્ષની પ્રજ્ઞિકાએ શતરંજમાં રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચૅમ્પિયન બની ગઈ

સુરતઃ સુરત (Surat)માં રહેતી અને પહેલા ધોરણમાં ભણતી સાત વર્ષની પ્રજ્ઞિકા વાકા લક્ષ્મી (Pragnika Waka Lakshmi)એ નવો ઇતિહાસ (History) રચ્યો છે. તે અન્ડર-7 ગર્લ્સ કૅટેગરીમાં વર્લ્ડ ચેસ ચૅમ્પિયન (World chess champion)નો ખિતાબ જીતી છે.
પ્રજ્ઞિકાએ સર્બિયાના વૃન્જાકા બાંજામાં આયોજિત ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચૅમ્પિયનશિપ-2025માં છોકરીઓના અન્ડર-7 વર્ગમાં પ્રથમ સ્થાને આવીને ગોલ્ડ મેડલ (Gold Medal) જીતવાની સાથે આ ટાઇટલ મેળવી લીધું છે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : ક્રિકેટ ક્રેઝી પ્રણવ શતરંજનો નવો ઊગતો સિતારો છે…
શતરંજની દુનિયામાં પ્રજ્ઞિકાની આ જબરદસ્ત સફળતાની વાહ-વાહ થઈ રહી છે. તેણે આ ચૅમ્પિયનશિપના તમામ નવ રાઉન્ડ જીતી લીધા હતા અને નવ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે રહી હતી.
પ્રજ્ઞિકા 1,437નું રેટિંગ ધરાવે છે. તેણે કઝાખસ્તાનની અલ્નુરા શિન્બાયેવાને હરાવીને ટાઇટલની અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી.
પ્રજ્ઞિકાએ સુરત શહેરનું તેમ જ સમગ્ર ગુજરાત રાજ્યનું અને ભારતનું નામ રોશન કર્યું છે.