Sunderland Footballer બળાત્કાર કર્યો હોવાનો મહિલાનો આક્ષેપ
ઘણાને ખબર નહીં હોય કે અમેરિકાની જેમ ઇંગ્લૅન્ડમાં પણ વૉશિંગ્ટન નામનું શહેર છે. બ્રિટિશ લૅન્ડ પર ટેઇન ઍન્ડ વિયર નામના જિલ્લામાં આવેલા વૉશિંગ્ટન નામના નગરમાં 2022ની 7મી મેએ એક ફુટબોલરને સાંકળી લેતી એક કથિત ઘટના બની ગઈ હતી જે ફરી ચર્ચાના ચકડોળે ચડી છે.
એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે સન્ડરલૅન્ડ ફુટબૉલ ક્લબના 23 વર્ષના જૅક ડાયમંડ નામના ખેલાડીએ તેની મારપીટ કરી હતી અને તેના પર બળાત્કાર પણ કર્યો હતો.
મહિલાએ આક્ષેપમાં કહ્યું છે કે તેણે ટિન્ડર નામની ડૅટિંગ વેબસાઇટ પર જૅકનો પહેલી વાર સંપર્ક કર્યો હતો.
જૅક ડાયમંડે ન્યુકૅસલ ક્રાઉન કોર્ટમાં મહિલાના આક્ષેપ નકારતા કહ્યું છે કે મહિલા સાથે તેની માત્ર ફ્રેન્ડશિપ હતી. જોકે મહિલાના વકીલે પોલીસને કહ્યું છે કે જૅક સાથેની તેની 95 ટકા દોસ્તી શારીરિક સંબંધ વિશેની જ હતી.
જોકે મહિલાએ પોલીસને એવું પણ કહ્યું છે કે તેણે દવા લેવાની શરૂ કરી ત્યાર પછી જૅક સાથે ક્યારેય સમાગમ નહોતો કર્યો. મહિલાએ એવું પણ ક્હ્યું છે કે તેઓ બન્નેએ એકબીજા સાથે પૂર્ણપણે રિલેશનશિપ નહીં રાખવા વિશે સંમત થયા હતા. જોકે મહિલાના સ્ટેટમેન્ટ મુજબ 2022ની 7 મેની રાત્રે જૅકે મહિલાને ફોન કરીને તેને પોતાના ઘરે બોલાવી હતી. મહિલાએ કહ્યું છે કે તે સેક્સ કરવા નહીં, બલકે થોડી ગમ્મત માટે તૈયાર થઈ હતી અને કોઈ પણ પ્રકારના કૉન્ટ્રાસેપ્ટીવ વગર તેને ત્યાં ગઈ હતી, પરંતુ જૅકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.