સ્પોર્ટસ
સ્ટબ્સની પ્રથમ સેન્ચુરીએ સાઉથ આફ્રિકાને સિરીઝ જિતાડી આપી
અબુ ધાબી: સાઉથ આફ્રિકા (50 ઓવરમાં 343/4) સામે આયરલૅન્ડ (30.3 ઓવરમાં 169 રને ઑલઆઉટ)નો શુક્રવારે સતત બીજી વન-ડેમાં પરાજય થયો હતો. એ સાથે, સાઉથ આફ્રિકાએ ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી.
ટ્રિસ્ટને સ્ટબ્સે (112 અણનમ, 81 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી અને એ મૅચ-વિનિંગ બની હતી.
પૉલ સ્ટર્લિંગના સુકાનમાં આયરલૅન્ડની ટીમ 30.3 ઓવરમાં 169 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એકેય બૅટર 30 રન સુધી પણ નહોતી પહોંચી શકી.
સાઉથ આફ્રિકાના લિઝાદ વિલિયમ્સે ત્રણ વિકેટ તેમ જ લુન્ગી ઍન્ગિડીએ અને બ્યૉન ફૉરટ્યૂને બે-બે વિકેટ લીધી હતી.