સ્પોર્ટસ

સ્ટીવ સ્મિથની ટચલી આંગળી તૂટી, ફાઇનલની બહાર થઈ ગયો…

લૉર્ડ્સઃ ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન સ્ટીવ સ્મિથ (STEVE SMITH)ની જમણા હાથની ટચલી આંગળી (PINKIE)માં ફ્રૅક્ચર થતાં તે ડબ્લ્યૂટીસી (WTC)ની સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ફાઇનલની બહાર થઈ ગયો છે. તે સાઉથ આફ્રિકન કૅપ્ટન ટેમ્બા બવુમાનો પ્રથમ સ્લિપમાં કૅચ પકડવા ગયો ત્યારે બૉલ તેને ટચલી આંગળી પર વાગ્યો હતો અને ગંભીર ઈજા થઈ હતી. સ્મિથ સામાન્ય રીતે પ્રથમ સ્લિપમાં સ્ટમ્પ્સથી જેટલો દૂર ઊભો રહેતો હોય છે એટલો દૂર નહોતો. તે સ્ટમ્પ્સની નજીકમાં હતો.

બવુમાથી તે માત્ર 14 મીટર દૂર હતો અને મિચલ સ્ટાર્કે કલાકે 138 કિલોમીટરની ઝડપે શૉર્ટ બૉલ ફેંક્યો જેમાં બવુમાના બૅટની કટ લાગ્યા બાદ બૉલ સ્મિથ તરફ આવ્યો હતો જે ખભા જેટલો ઊંચો કૅચ ઝીલવામાં ઝડપી નહોતો. તે બૉલ ઝીલવામાં નિષ્ફળ ગયો હતો અને એ તેને આંગળી પર વાગ્યો હતો.

સ્મિથને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવાયો હતો અને ત્યાંથી એક્સ-રે માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
સ્મિથ હવે કેટલા દિવસ નહીં રમી શકે એ તો સ્પષ્ટ નહોતું થયું, પરંતુ ડબ્લ્યૂટીસીની વર્તમાન ફાઇનલ બાદ વેસ્ટ ઇન્ડિઝમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા તે શરૂઆતથી કદાચ નહીં જઈ શકે.

ઑસ્ટ્રેલિયાની વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ-સિરીઝ પચીસમી જૂને શરૂ થશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button