ઘાટકોપર જૉલી જિમખાનામાં રાજ્ય-સ્તરિય કૅરમ સ્પર્ધાનું આયોજન

મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના (Ghatkopar Jolly Gymkhana)માં ત્રીજી વખત રાજ્ય-સ્તરિય શ્રેણિક કૅરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા આગામી 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન જૉલી જિમખાના (ઍરકન્ડિશન્ડ હૉલ), ફાતિમા હાઇ સ્કૂલની સામે, વિદ્યાવિહાર (પશ્ચિમ), મુંબઈ – 400086 ખાતે યોજવામાં આવી છે.
ચૅરમૅન રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા અને સેક્રેટરી મુકેશ બદાણી દ્વારા મહારાષ્ટ્ર કૅરમ અસોસિયેશન તથા મુંબઈ સબર્બન જિલ્લા કૅરમ સંગઠન સાથેના સહયોગમાં આ કૅરમ સ્પર્ધા (Carrom Competion) આયોજિત કરવામાં આવી છે.
આપણ વાચો: સ્પોર્ટ્સમૅનઃ રણમેદાનમાં જીતી ગયા હવે રનમેદાન પર હરાવજો
આ સ્પર્ધા બે શ્રેણી (પુરુષ વ્યક્તિગત અને મહિલા વ્યક્તિગત)માં યોજાશે અને વિજેતાઓને 1 લાખ 10 હજાર રૂપિયાના રોકડ ઇનામ તથા ટ્રોફી (વિજય ચિન્હ) આપવામાં આવશે.
આ સ્પર્ધા કુલ 24 સુરકો કૅરમ બોર્ડ પર સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી યોજાશે. સ્પર્ધા માટે પ્રવેશ પત્ર મહારાષ્ટ્ર કૅરમ સંગઠનની વેબસાઇટ www.maharashtracarromassociation.com પર ઉપલબ્ધ છે અને ખેલાડીઓને સ્પર્ધા માટે તેમના નામ નોંધાવવા તેમના જિલ્લા સંગઠનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર (9987045429) પર સંપર્ક કરવો. આ કૅરમ સ્પર્ધાનું સંચાલન નીતિન ઠક્કર અને તેમની સબ-કમિટી કરશે.



