સ્પોર્ટસ

પેસ બોલર થુશારાની આંગળી તૂટી, શ્રીલંકાની બે દિવસમાં ‘બીજી વિકેટ પડી’

પલ્લેકેલ: ભારત સામેની ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝની શરૂઆતને માંડ બે દિવસ બાકી છે ત્યાં શ્રીલંકાની ‘બીજી વિકેટ પડી છે’. ફાસ્ટ બોલર નુવાન થુશારા આંગળીના ફ્રૅક્ચરને કારણે આ શ્રેણીની બહાર થઈ ગયો છે. બુધવારે પેસ બોલર દુષ્મન્થા ચમીરા બીમારીને કારણે સિરીઝમાંથી આઉટ થઈ ગયો હતો. થુશારાના સ્થાને દિલશાન મદુશન્કાને ટીમમાં સમાવવામાં આવ્યો છે. બુધવારે ચમીરાની જગ્યાએ અસિથા ફર્નાન્ડોને ટીમમાં બોલાવવામાં આવ્યો હતો.

થુશારા રાઇટ-હૅન્ડ બોલર છે, પણ બુધવારે રાત્રે ફ્લડ-લાઇટમાં પ્રૅક્ટિસ દરમ્યાન તેના ડાબા હાથની આંગળીમાં ફ્રૅક્ચર થયું હતું.
થુશારા 2024ના વર્ષમાં સતતપણે શ્રીલંકાની ટી-20 ટીમમાં સ્થાન જાળવ્યું છે. તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં શ્રીલંકાના શ્રેષ્ઠ બોલર્સમાં થુશારા પણ હતો. તેણે ત્રણ મૅચમાં આઠ વિકેટ લીધી હતી.

| Also Read: ભારત vs શ્રીલંકા T20 મેચ પહેલા ટીમમાં મોટો ફેરફાર, આ ખેલાડીની અચાનક એન્ટ્રી

થુશારાએ વર્ષની શરૂઆતમાં બંગલાદેશ સામેની ટી-20 મૅચમાં હૅટ-ટ્રિક સહિત કુલ 20 રનમાં પાંચ વિકેટ લીધી હતી. તે શ્રીલંકા વતી ફક્ત ટી-20 ફૉર્મેટમાં રમ્યો છે જેમાં તેણે 11 મૅચમાં 19 વિકેટ લીધી છે.
ભારત-શ્રીલંકાની પ્રથમ મૅચ શનિવારે (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button