હૈદરાબાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 41મી મેચમાં આજે 25 એપ્રિલ ગુરુવારની સાંજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RC) વચ્ચે રમાશે. IPLની આ સીઝનમાં આ બંને ટીમો બીજી વાર આમને સામને છે. ગત વખતે જ્યારે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે ઘણા વર્લ્ડ રેકોર્ડ્સ સર્જાયા હતા. એવામાં આજની મેચ રોમાંચક રહેશે એવી ક્રિકેટ રસિકોને આશા છે.
આ બંને ટીમો વચ્ચે રમાયેલી ગત મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો 287 રનનો સ્કોર બનાવ્યો હતો. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા IPL 2024માં એક પછી એક રેકોર્ડ તોડી રહ્યા છે. IPL સિઝનમાં ટ્રેવિસ હેડ (234) અને અભિષેક શર્મા (232) અત્યાર સુધીના શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ સાથે ટોચ પર છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સીઝનમાં પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરી છે, આ સાથે SRH પવાર પ્લેમાં વિકેટ પણ નથી ગુમાવી રહી. ટ્રેવિસ હેડ IPL 2024ની 6 ઇનિંગ્સમાં પાવરપ્લેમાં માત્ર એક જ વાર આઉટ થયો છે, જ્યારે અભિષેક સાત ઇનિંગ્સમાં પાવરપ્લે દરમિયાન ત્રણ વખત આઉટ થયો છે.
IPLના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) વચ્ચે 24 મેચ રમાઈ છે. જેમાંથી SRHએ 13 મેચ જીતી છે, જ્યારે RCBએ 10માં જીત મેળવી છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
IPL 2024માં અત્યાર સુધી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 2 મેચ રમાઈ છે. આ બે મેચના 40માંથી માત્ર 17 વિકેટ પડી છે. જેમાંથી 11 વિકેટ ફાસ્ટ બોલરોએ અને 6 વિકેટ સ્પિનરોએ લીધી હતી. આ મેદાન પર 2 મેચમાં બેટ્સમેનોએ 854 રન બનાવ્યા છે. જે દર્શાવે છે કે ગુરુવારે બેટ્સમેન આ મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી શકે છે. આમ પિચથી બોલરોને મદદ મળી રહી નથી.
પેટ કમિન્સની આગેવાની હેઠળની SRHની ટીમ શાનદાર ફોર્મમાં છે. બીજી તરફ ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની RCBની ટીમ ખરાબ ફોર્મમાં છે. RCB પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જો કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત ન થાય તો SRH તેની પ્લેઈંગ લાઈનમાં ભાગ્યે જ કોઈ ફેરફાર કરશે. છેલ્લી મેચમાં RCBએ વિશાક વિજયકુમાર, રીસ અને સૌરવ ચૌહાણના સ્થાને મોહમ્મદ સિરાજ, કેમરન ગ્રીન અને કર્ણ શર્માને તક આપી હતી. જો મેક્સવેલ રમવા માટે તૈયાર હોય તો તે ગ્રીનનું સ્થાન લઈ શકે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ-11:
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરમ, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત પ્લેઇંગ-11:
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન/ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સૌરવ ચૌહાણ, અનુજ રાવત, મહિપાલ લોમરોર, વિષક વિજયકુમાર, લોકી ફર્ગ્યુસન.