સ્પોર્ટસ

SPORTSSTAR: 15 વર્ષની તન્વી શર્મા ઉબેર કપમાં પીવી સિંધુના પગલે ચાલશે

નવી દિલ્હીઃ આ મહિને પંદર વર્ષની તન્વી શર્મા ચીનના ચેંગડુમાં યોજાનાર થોમસ અને ઉબેર કપમાં પીવી સિંધુની જેમ આક્રમક પ્રદર્શન કરવા માંગે છે. તન્વી શર્મા બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને પોતાની પ્રેરણા માને છે.
તન્વી થોમસ ઉબેર કપ માટેની ભારતીય મહિલા ટીમની યુવા સભ્ય છે. તે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપની ટીમનો ભાગ હતી, પરંતુ તે રમી શકી નહોતી. સિંધુની રમતને જોવાના પોતાના અનુભવને યાદ કરતા તન્વીએ કહ્યું હતું કે હું સિંધુ દીદીના જેવી બનવા માંગુ છું, તે મારી પ્રેરણા છે. હું તેમની તમામ મેચ જોઉં છું. મલેશિયામાં તેમની સાથે રહેવું ખૂબ જ સારું હતું.

પંજાબના હોશિયારપુરની તન્વીની મોટી બહેન રાધિકા પણ બેડમિન્ટન રમે છે અને તેની માતા વોલીબોલ રમતી હતી. તેની માતાએ પોતે તેની બંને પુત્રીઓ માટે બેડમિન્ટન કોચિંગ મેળવવાના પ્રયાસો કર્યા હતા. તન્વી અંડર-15 અને અંડર-17 રાષ્ટ્રીય ચેમ્પિયન બની અને ત્યાર બાદ 2022માં અંડર-19 ફાઇનલમાં રનર-અપ રહી હતી.

ગયા વર્ષે આ યુવા ખેલાડીએ ચીનમાં એશિયન અંડર-15 જૂનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે કોટક ઈન્ડિયા ઈન્ટરનેશનલમાં પણ ટાઈટલ જીત્યું હતું. તે ગુવાહાટીમાં સિનિયર નેશનલમાં રનર અપ રહી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…