ક્રિકેટનો ખાઁ પણ ડ્રોઇંગમાં ઝીરો, તમે જ જોઇ લો…
ભારતીય ક્રિકેટર અને લાખો લોકોનો મનપસંદ વિરાટ કોહલી તેની બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતો છે. તેના બેટમાં થઈ જાણે કે રનનો ધોધ જ છૂટતો હોય છે. પોતાની લાજવાબ અને દમદાર બેટિંગથી તેણે પોતાની ક્ષમતા સાબિત પણ કરી છે અને તેના બેટિંગના દમ પર ભારતે અનેક વિજય પણ નોંધાવ્યા છે. તેથી જ તેની ગણના ભારતના અગ્રગણ્ય બેટ્સમેનોમાં થાય છે, પણ આ જ આપણો ધુંઆધાર ખેલાડી વિરાટ કોહલીને ડ્રોઇંગ કરવાનું કહો તો તમને તેનું કૌશલ્ય જોવા મળશે. તમને ખબર પડી જશએ કે કોહલીનું ડ્રોઇંગ તેના બેટિંગની જેવું જ ધમાકેદાર છે કે પછી બાળકોના ડ્રોઇંગ કરતા પણ નબળું છે?
કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પ્યુમા કેટનો છે. વીડિયોમાં કોહલી પ્યુમા કેટનો સ્કેચ દોરતો દેખાય છે. તમે જ્યારે કોહલીએ બનાવેલું ડ્રોઇંગ જોશો તો તમને પણ લાગશે કે આના કરતા તો પહેલા-બીજા ધોરણમાં ભણતો બાળક પણ સારું ડ્રોઇંગ કરી શકે. કોહલીનું ડ્રોઇંગ તેની બેટિંગ જેવું સુપર્બ નથી.
જોકે, ભારતીય ક્રિકેટનો આ ધુરંધર ખેલાડીનું બેટ હાલમાં એકદમ શાંત થઇ ગયું છે. તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ચેન્નઇ ટેસ્ટમાં કોહલીએ બંને દાવમાં 6 અને 17 રન બનાવ્યા હતા.
આ અગાઉ શ્રીલંકા સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં પણ કોહલીનું બેટ ચાલ્યું નહોતું. કોહલીએ પ્રથમ મેચમાં 24 રન, બીજી મેચમાં 14 રન અને ત્રીજી મેચમાં માત્ર 20 રન જ બનાવ્યા હતા.
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં કોહલીએ દ. આફ્રિકા સામે અડધી સદી ફટકારી હતી. બાકીની બધી મેચમાં તેનો ફ્લૉપ શો જ રહ્યો હતો કોહલીનો ફ્લોપ શો ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી બની શકે છે.
ભારતની ટીમ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્કમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ રમશે, ત્યારે આપણે આશા રાખીએ કે કોહલી સારી ઇનિંગ રમે.