નેશનલસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

‘મારા સ્મિતનું કારણ તમે જ છો’, સાનિયા મિર્ઝાએ શેર કરી તસવીર તો શોએબ મલિકે પણ આપ્યો જવાબ!

ભારતની લોકપ્રિય ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ઘણીવાર ચાહકોમાં ચર્ચામાં રહે છે. તેની સ્પોર્ટ્સ સ્કીલ્સ ઉપરાંત તેની ફેશન સેન્સ પણ લોકોને ગમે છે. તાજેતરમાં જ સાનિયા મિર્ઝાએ તેના પુત્ર ઇઝાન મિર્ઝા મલિકનો જન્મદિવસ ઉજવ્યો હતો. સાનિયાએ દીકરાના જન્મદિવસ પર કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેના પર ચાહકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઈઝાન મિર્ઝા મલિક છ વર્ષનો થઈ ગયો છે અને સાનિયા મિર્ઝાએ તેના દીકરા પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં માતા અને પુત્ર વચ્ચેની ઘણી પ્રેમાળ, હૂંફભરી ક્ષણો કેમેરામાં કેદ કરવામાં આવી છે. સાનિયાએ તેના દીકરા માટે એક હૃદયસ્પર્શી કૅપ્શન પણ લખી હતી. તેણે લખ્યું હતું કે, મારા લાલ, હું વિશ્વાસ નથી કરી શકતી કે તું 6 વર્ષનો થઈ ગયો છે. મારા સ્મિતનું કારણ તું છે, હેપ્પી બર્થડે લાડુ. સાનિયા મિર્ઝાની આ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

સાનિયા મિર્ઝાની આ પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરીને ઇઝાન પર પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સ ઉપરાંત ક્રિકેટર સુરેશ રૈના સહિત અનેક જાણીતી હસ્તીઓએ સાનિયા મિર્ઝાની આ પોસ્ટને લાઇક કરી હતી. તસવીરમાં કેક પર બે અનોખી તસવીર પણ છે. એક જાણીતા ફૂટબોલર રોનાલ્ડોની તસવીર છે અને બીજી તસવીર પર ઇઝાનનું નામ લખેલું છે. આ તસવીર પરથી તો એમ લાગે છે કે ઇઝાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો મોટો ફેન છે.

બીજી તરફ શોએબ મલિકે પણ ઈઝાનના છઠ્ઠા જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે હેપ્પી બર્થ ડે ચેમ્પ! તમારી પાસે હાસ્ય અને પ્રેમથી ભરેલા ઘણા વર્ષો રહે, ઇઝો. બાબા હંમેશા તમારી સાથે છે. મને ખાતરી છે કે તમે મોટા થઈને અમને બધાને ગૌરવ અપાવશો. શોએબે ઈઝાનનો પોતાના જન્મદિવસની કેક કાપતો વીડિયો પણ શેર કર્યો હતો. કેક બીએમડબલ્યુ, ઓડી, બુગાટી, પોર્શ અને ફેરારી જેવી બ્રાન્ડ દર્શાવતી કાર-થીમ આધારિત મફિન્સથી વચ્ચે રાખવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker