સાઉથ આફ્રિકાની ટી-૨૦ લીગે એબી ડિ વિલિયર્સને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાની ટી-૨૦ લીગે એબી ડિ વિલિયર્સને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર

જોહનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાની પ્રીમિયર ટી-૨૦ ક્રિકેટ લીગે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને બીજી સીઝન માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. લીગની બીજી સીઝન ૧૦ જાન્યુઆરીથી શરૂ થશે જેમાં ચાર અઠવાડિયામાં ૩૪ મેચો રમાશે. તેમાં છ વૈશ્ર્વિક ટીમોના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લેશે. ડી વિલિયર્સ લીગની મેનેજમેન્ટ ટીમ સાથે મળીને કામ કરશે.

તેણે કહ્યું હતું કે સાઉથ આફ્રિકા ટી-૨૦ સાથે જોડાવવું ગર્વની વાત છે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટની આ અગ્રણી લીગ વૈશ્વિક ક્રિકેટ નકશા પર ચમકવાની ક્ષમતા ધરાવે છે.
સાઉથ આફ્રિકા ટી-૨૦ લીગના કમિશનર ગ્રીમ સ્મિથે કહ્યું હતું કે ડિવિલિયર્સની ક્રિકેટ પ્રતિભા અને મજબૂત વ્યક્તિત્વ તેને આ લીગ માટે સંપૂર્ણ ફિટ બનાવે છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button