સાઉથ આફ્રિકા 27 વર્ષે ઇંગ્લૅન્ડમાં વન-ડે સિરીઝ જીત્યું | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સાઉથ આફ્રિકા 27 વર્ષે ઇંગ્લૅન્ડમાં વન-ડે સિરીઝ જીત્યું

લૉર્ડ્સઃ ગુરુવારે અહીં એક તરફ ઇંગ્લૅન્ડ (ENGLAND)ની ટીમ 11માંથી આઠમી વન-ડેમાં પરાજિત થઈ ત્યાં બીજી બાજુ સાઉથ આફ્રિકાએ 1998 પછી પહેલી વાર (27 વર્ષે) ઇંગ્લૅન્ડમાં વન-ડે (ODI) શ્રેણીમાં વિજય મેળવ્યો હતો.

ત્રણ મૅચવાળી સિરીઝની બીજી વન-ડે પણ જીતીને ટેમ્બા બવુમાની ટીમે 2-0થી સરસાઈ મેળવી હતી. મૅથ્યૂ બ્રીટ્ઝકે (85 રન, 77 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) આ જીતનો સુપરહીરો હતો.

બ્રીટ્ઝકે (BREETZKE) બાદ ટ્રિસ્ટેન સ્ટબ્સના 58 રન અને ત્રણ સિક્સર સાથે 42 રન કરનાર ડેવાલ્ડ બે્રવિસના યોગદાનોની મદદથી સાઉથ આફ્રિકાએ આઠ વિકેટે 330 રન કર્યા હતા. બ્રિટિશ પેસ બોલર જોફ્રા આર્ચરે ચાર વિકેટ લીધી હતી, પરંતુ બૅટિંગમાં બ્રિટિશ ટીમ જરાક માટે વિજયથી વંચિત રહી ગઈ હતી.

ઇંગ્લૅન્ડે જૉ રૂટ (61 રન) બેથેલ (58 રન) અને જૉસ બટલર (61 રન)ની હાફ સેન્ચુરી છતાં નવ વિકેટે 325 રન કર્યા હતા અને સાઉથ આફ્રિકાનો પાંચ રનથી રોમાંચક વિજય થયો હતો. નાન્ડ્રે બર્ગરે ત્રણ અને કેશવ મહારાજે બે વિકેટ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button