
પુણેઃ વન-ડે વર્લ્ડ કપ 2023 હવે ધીમે ધીમે રોમાંચક તબક્કામાં પહોંચી રહ્યો છે, જેમાં ભારત-ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ માટે સેમી ફાઈનલની ગણતરી કરવામાં આવી રહી છે ત્યારે આજની આફ્રિકા અને કિવિઓ વચ્ચેની મેચમાં ફરી એક વખત દક્ષિણ આફ્રિકાએ 357 રનનો વિક્રમી સ્કોર કર્યો હતો, જેમાં ડસેન અને ડીકોકની મહત્વનું પ્રદાન થયું હતું.
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ અને આફ્રિકાની મેચમાં ટોસ જીતીને કિવિઓએ પહેલા બોલિંગ લીધી હતી, જેમાં ડી કોકે 116 બોલમાં 114 રન કર્યા હતા.
ત્રણ સિક્સર અને 10 ચોગ્ગા સાથે સદી ફટકારી હતી, જ્યારે ટેમ્બા બુઆમા (સુકાની)એ 28 બોલમાં 24 રન કરી શક્યો હતો, જેમાં ટ્રેન્ટ બોલ્ટે તેની વિકેટ ખેરવી હતી. રાસે વાન ડેર ડસેને 118 બોલમાં પાંચ સિક્સર અને નવ ચોગ્ગા સાથે 133 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ડેવિડ મિલરે 30 બોલમાં 53 રન કર્યા હતા, જેમાં મિલરની વિકેટ નીશમ લેવામાં સફળ રહ્યો હતો.
12 રન એક્સ્ટ્રા આપવા સાથે દક્ષિણ આફ્રિકાની ટીમે ચાર વિકેટે 357 રનનો સ્કોર કર્યો હતો. ટીમ સાઉધીએ બે વિકેટ અને ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ નીસને એક વિકેટ ઝડપી હતી, પરંતુ બાકીના (મેટ હેન્રી, મિશેલ સેન્ટનર, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર) તમામ બોલર વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઈનિંગમાં ન્યૂ ઝીલેન્ડે સાત બોલરને ઓવર આપી હતી.
દક્ષિણ આફ્રિકા માટે વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ જેક કાલિસના નામે હતો. 2007માં નવ મેચમાં 485 રન બનાવ્યા હતા, ત્યારબાદ આફ્રિકાના એક પણ બેટરે આટલા રન બનાવ્યા નહોતા, જેમાં આજે ડીકોકે 500 રન બનાવ્યા છે.
2015માં વર્લ્ડ કપના એડી ડિવિલિયર્સે સાત મેચમાં 482 રન કર્યા હત, જ્યારે કાલિસને પાછળ રાખવાથી થોડા માટે બચી ગયો હતો. વર્લ્ડ કપમાં કિવન્ટન ડીકોકે 2023માં સાત ઈનિંગમાં 545, જેક કાલિસે 485, એબી ડિવિલિયર્સે 2015માં 482 રન, ગ્રીમ સ્મિથે 10 ઈનિંગમાં 443 અને પીટર કસ્ટર્ને 410 રન કર્યા છે.