સ્પોર્ટસ

ઇરફાન પઠાણે ગિલની નબળા ફૉર્મ વિશે ચિંતા બતાવી, સૂર્યકુમારની બૅટિંગમાં ખામી બતાડી…

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે ભારતીય બૅટિંગનું સ્પષ્ટ અને આકરા શબ્દોમાં અવલોકન કર્યું છે જેમાં તેણે વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવની બૅટિંગમાં રહેલી ખામી (defect) બતાવી છે. તેણે ખાસ કરીને ગિલ (Gill) વિશે કહ્યું છે કે નબળું ફૉર્મ ખુદ ગિલ પર તેમ જ ભારતીય ટીમ પર દબાણ વધારી રહ્યું છે.

ઇરફાને એક જાણીતી ઍપને મુલાકાતમાં કહ્યું, ` સંજુ સૅમસનને કોઈ રીતે ટીમમાં પાછો સમાવવામાં આવશે તો પણ તેને અસલ ટચ મેળવતાં થોડો સમય લાગી શકે.

ગિલને ટી-20 ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો એ પહેલાં સૅમસન (Samson) ટી-20 ઓપનર તરીકે સારી સફળતાઓ મેળવી હતી. જોકે ટેસ્ટ અને વન-ડેનો કૅપ્ટન ગિલ ટી-20માં નિષ્ફળ જઈ રહ્યો છે. ગુરુવારે સાઉથ આફ્રિકા સામેની બીજી મૅચમાં તે પહેલા જ બૉલ પર શૂન્યમાં આઉટ થઈ ગયો હતો.

ઇરફાને ઇન્ટરવ્યૂમાં મંતવ્યો આપતા કહ્યું, ` શુભમન ગિલ કદાચ કહેશે કે ગુરુવારે ઍન્ગિડીનો બૉલ બહુ સારો હતો અથવા તો હું ક્રીઝમાં અટવાઈ ગયો હતો. સૂર્યકુમાર વિશે કહું તો તેણે ઑફ સાઇડ પરના બૉલ રમવામાં ખાસ સંભાળવું પડશે. ગિલ જો ફૉર્મમાં હોત તો તે એવા બૉલને આસાનીથી રમ્યો હોત, પણ કમનસીબે તે ફૉર્મમાં નથી.’

આ પણ વાંચો…આ બે દિગ્ગજના કંગાળ ફૉર્મની ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટી ચિંતા

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button