સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાનો પહેલા સેશનમાં ધબડકો, લંચ પછી વધુ બે વિકેટ ગુમાવી

કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં આજે શરૂ થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં પહેલો કલાક સાઉથ આફ્રિકાનો હતો, પરંતુ લંચ (Lunch) સુધીના બે કલાકના પ્રથમ સેશનમાં એકંદરે ભારત (India)નો હાથ ઉપર રહ્યો હતો. ભોજનના સમય સુધીમાં સાઉથ આફ્રિકા (South Africa)એ 105 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હોવાથી લંચ બાદ તેમણે સાવચેતીભરી શરૂઆત કરી હતી અને એમાં તેમણે ચોથી તથા પાંચમી વિકેટ પણ ગુમાવી દીધી હતી.

આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર પાંચ વિકેટે 120 રન હતો. 54 બૉલ સુધી અડીખમ રહેલો ટૉની ડી જૉર્ઝી 24 રને બુમરાહના બૉલમાં એલબીડબલ્યૂ થયો હતો. ટ્રિસ્ટેન સ્ટબ્સ બે રને રમી રહ્યા હતા.

પાંચમાંથી ત્રણ વિકેટ પેસ સમ્રાટ જસપ્રીત બુમરાહે અને બાકીની બે વિકેટ સ્પિનર કુલદીપ યાદવે લીધી હતી.

લંચ પહેલાં સાઉથ આફ્રિકાએ સારી શરૂઆત પછી એક તબક્કે 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. એક સમયે તેમનો સ્કોર 0/57 હતો અને થોડી જ વાર બાદ 3/71નો સ્કોર જોવા મળ્યો હતો.

પહેલા બન્ને ઓપનરની વિકેટ બુમરાહે લીધી હતી. ત્રીજી વિકેટથી સ્પિનર કુલદીપ યાદવે ત્રાટકવાનું શરૂ કર્યું જેમાં તેણે કેપ્ટન ટેમ્બા બવુમા (ત્રણ રન)ને લેગ સ્લિપમાં ધ્રુવ જુરેલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ પહેલાં, ઓપનર એઇડન માર્કરમ (31 રન) અને રાયન રિકલ્ટન (23 રન) બુમરાહના શિકાર થયા હતા.

ભારતે વનડાઉન બૅટ્સમૅન સાઈ સુદર્શનને પડતો મૂક્વાનો આંચકારૂપ નિર્ણય લીધો હતો. જોકે ટીમમાં કુલદીપ, જાડેજા, અક્ષર અને વોશિંગ્ટન સુંદર સહિત કુલ ચાર સ્પિનરને સમાવીને પ્રવાસી ટીમ પર જબરદસ્ત આક્રમણ કરવાનો ટીમ ઇન્ડિયાનો અભિગમ છે. સાઉથ આફ્રિકાની ટીમમાં મુખ્ય ફાસ્ટ બોલર કૅગિસો રબાડા બીજાને લીધે નથી રમી રહ્યો જેનો ભારતીય ટીમને ફાયદો થશે.

આ પણ વાંચો…IND vs SA 1st Test: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને આ નિર્ણય લીધો, ભારતની ચોંકવનારી પ્લેઇંગ-11

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button