સ્પોર્ટસ

ભારત વિરુદ્ધ સીરિઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વન-ડે અને ટવેન્ટી-20ની ફોર્મેટમાં એક કેપ્ટન, પણ ટેસ્ટ માટે અલગ સુકાની

ડરબનઃ ભારત સામેની ટી-20, વન-ડે અને ટેસ્ટ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. એડન માર્કરમને ટી-20 અને વન-ડે ફોર્મેટમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી છે જ્યારે ટેમ્બા બાવુમા ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

બાવુમાએ તાજેતરમાં વન-ડે વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ કરી હતી હવે તેની કેપ્ટનશીપ છીનવાઈ છે. એટલું જ નહીં, તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10મી ડિસેમ્બરથી સીરિઝ શરૂ થઈ રહી છે. પહેલા ટી-20 સિરીઝ, પછી વન-ડે અને છેલ્લે ટેસ્ટ સીરિઝ રમાશે.

ટી-20 ટીમમાં ઓટનિએલ બાર્ટમેન મૈથ્યૂ બ્રિજકે, નાંદ્રે બર્જર નવા ચહેરા છે. જ્યારે વન-ડેમાં ઓટનિએલ બાર્ટમેન અને નાંદ્રે બર્જર સિવાય ટોની ડી જ્યોર્જી, મિહલાલી પોંગવાના નવા ચહેરા હશે. ક્વિન્ટન ડી કોકે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આવી સ્થિતિમાં ટેસ્ટમાં વિકેટ કીપિંગ કરતા કાઈલ વોરેનને હવે વનડેમાં પણ વિકેટ કીપિંગની જવાબદારી સોંપવામાં આવી છે.

ટેસ્ટમાં ડેવિડ બેડિંગહામ, નાન્દ્રે બર્જર, ટોની ડી જ્યોર્જી, કીગન પીટરસન ટેસ્ટમાં નવા ચહેરા છે. ટી20 નિષ્ણાત માનવામાં આવતા ટ્રિસ્ટન સ્ટબ્સને પણ ટેસ્ટમાં તક આપવામાં આવી છે. જુનિયર એબી ડી વિલિયર્સ તરીકે જાણીતા ડેવાલ્ડ બ્રેવિસને કોઈપણ ટીમમાં તક આપવામાં આવી નથી.

ટેમ્બા બાવુમા, કગિસો રબાડા પણ એવા ખેલાડીઓને વન-ડેમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ બંને ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરશે. જ્યારે રાસી વાન ડેર ડુસેનને માત્ર વન-ડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને ટેસ્ટ અને ટી20માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ડ્યુસેન છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં નથી.

દક્ષિણ આફ્રિકાની ટી-20 ટીમ
એડન મર્કરામ (કેપ્ટન), ઓટનીએલ બાર્ટમેન, મેથ્યુ બ્રિજકે, નાંદ્રે બર્જર, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, આંદિલ ફેહલુકવાયો, તબરેઝ શમ્મી, ટ્રિસ્ટિન સ્ટબ્સ, લિઝાડ વિલિયમ્સ.

દક્ષિણ આફ્રિકાની વન-ડે ટીમ
એડન મર્કરામ (કેપ્ટન), ઓટનિયલ બાર્ટમેન, નાન્દ્રે બર્જર, ટોની ડી જોર્જી, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, મિહલાલી પોંગવાના, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, આંદિલ ફેહલકુવાયો, તબરેઝ શમ્સી, રાસી વાન ડેર હુસેન, કાયલ વેરીન, લિઝાડ વિલિયમ્સ.

દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંઘમ, નાન્દ્રે બર્જર, ગેરાલ્ડ કોએત્ઝી, ટોની ડી જોર્જી, ડીન એલ્ગર, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, એડન મર્કરામ, વિયાન મુલ્ડર, લુંગી એનગીડી, કીગન પીટરસન, કગીસો રબાડા, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વેરેન.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…