મહિલા વર્લ્ડકપ 2024: સાઉથ આફ્રિકા પહોંચ્યું ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી આપી હાર

દુબઈઃ મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિ ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે હતો. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. સાઉથ આફ્રિકાએ નિર્ધારીત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 134 રન બનાવ્યા હતા. કેપ્ટન બેથ મૂનીએ 44 રન બનાવ્યા હતા. જ્યારે એલિસ પેરીએ 31 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી ખાકાએ 2 વિકેટ લીધી હતી.
17.2 ઓવરમાં પાર પાડ્યો ટાર્ગેટ
મેચ જીતવા 135 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 17.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. એન્નેકે બોશના 48 બોલમાં અણનમ 74 રન અને લૌરા વોલ્વાર્ડના 37 બોલમાં 42 રનની મદદથી સરળતાથી જીત મેળવી હતી. બંને વચ્ચે 96 રનની પાર્ટનરશિપ થઈ હતી.
બેથ મૂનીએ બનાવ્યો આ રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીએ 44 રનની ઈનિંગ રમવા દરમિયાન એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેણી મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછી ઈનિંગમાં 3000 રન બનાવનારી ખેલાડી બની હતી. તેણે તેની 100મી ટી20 ઈનિંગમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
100 – બેથ મૂની
103 – સ્ટેફની ટેલર
105 – સુઝી બેટ્સ
107 – મેગ લેનિંગ
119 – સોફી ડિવાઇન
ઓસ્ટ્રેલિયા વિમેન પ્લેઇંગ ઇલેવન: ગ્રેસ હેરિસ, બેથ મૂની(વિકેટકીપર), જ્યોર્જિયા વેરહેમ, તાહલિયા મેકગ્રા(કેપ્ટન), એલિસ પેરી, એશલે ગાર્ડને, ફોબી લિચફિલ્ડ, એનાબેલ સધરલેન્ડ, સોફી મોલિનક્સ, મેગન શૂટ, ડાર્સી બ્રાઉન
સાઉથ આફ્રિકા વિમેન પ્લેઇંગ ઇલેવન: લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તાઝમીન બ્રિટ્સ, એન્નેકે બોશ, મેરિઝાન કેપ, ક્લો ટ્રાયોન, સુને લુસ, નાદીન ડી ક્લાર્ક, એન્નેરી ડેર્કસન, સિનાલો જાફ્તા (વિકેટકિપર), નોનકુલુલેકો મ્લાબા, અયાબોંગા ખાકા
ક્યારે રમાશે બીજી સેમિ ફાઇનલ
મહિલા ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ 18 ઓક્ટેબરો ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. મહિલા ટી20 વર્લ્ડકપની ફાઈનલ 20 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે.