T20 World Cup 2024સ્પોર્ટસ

ચૅમ્પિયન બનવા જઈ રહેલા સાઉથ આફ્રિકન ખેલાડીઓ ઍરપોર્ટ પર હેરાન-પરેશાન, જાણો શા માટે…

બ્રિજટાઉન (બાર્બેડોઝ): સાઉથ આફ્રિકા પહેલી જ વાર ક્રિકેટના વર્લ્ડ ટાઇટલની લગોલગ આવી ગયું હોવાથી સ્વાભાવિક રીતે એના ખેલાડીઓમાં આનંદ, ઉત્સાહ અને ગર્વની ભાવના ચરમસીમાએ હોવાની જ. જોકે ગુરુવારે ટ્રિનિદાદમાં અફઘાનિસ્તાનને સેમિ ફાઇનલમાં 56 રનમાં પૅવિલિયન ભેગું કરીને નવ વિકેટના માર્જિનથી જીતેલા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ બુલંદ જોશ અને જુસ્સા સાથે શનિવારની ફાઇનલ માટેના બાર્બેડોઝ ખાતે પહોંચવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં તેમણે મોટી પરેશાનીમાંથી પસાર થવું પડ્યું હતું. ફાઇનલમાં રમનારા આ ખેલાડીઓ, તેમના પરિવારનના સભ્યો, કૉમેન્ટેટર્સ, અમ્પાયર્સ સહિતના આઇસીસીના અધિકારીઓ ટ્રિનિદાદ ઍરપોર્ટ પર છ કલાક સુધી અટવાઈ ગયા હતા.

વાત એવી છે કે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ સહિતના આ કાફલાએ બાર્બેડોઝ પહોંચવાનું હતું, પરંતુ બાર્બેડોઝના ગ્રૅન્ટ્લી ઍડમ્સ ઍરપોર્ટ પર એક નાનું પ્રાઇવેટ ઍરક્રાફ્ટમાં લૅન્ડિંગ વખતે ખરાબી સર્જાતા ઍરપોર્ટનું રન-વે બંધ કરવામાં આવ્યું હતું. મુલકી ઉડ્ડયન વિભાગે તથા પોલીસ તંત્રએ તપાસ માટે વિમાનીમથક બંધ કરાવડાવ્યું હતું જેની સીધી અસર ટ્રિનિદાદ ઍરપોર્ટ પર પડી હતી જ્યાંથી ક્રિકેટર્સની ફ્લાઇટ ટેક-ઑફ થવાની હતી, પરંતુ વિલંબમાં મુકાઈ હતી.

ક્રિકેટર્સની ફ્લાઇટ ટ્રિનિદાદ ઍરપોર્ટ ખાતેથી ટેક-ઑફ થવાને ગણતરીની મિનિટો બાકી હતી ત્યાં પાઇલટ્સને તાકીદની માહિતી મળી હતી કે બ્રિજટાઉનના ઍરપોર્ટનું રન-વે બંધ થોડા સમય માટે કરાયું છે.

આ પણ વાંચો : T20 World Cup: સમાચાર સારા નથી…ભારત-સાઉથ આફ્રિકા ફાઇનલમાં પણ વરસાદ હેરાન-પરેશાન કરી મૂકશે!

ટ્રિનિદાદ ઍરપોર્ટ પરથી રવાના થનારી ફ્લાઇટ કે જેનો સમય બદલવામાં આવ્યો હતો એના પ્રવાસીઓને ટર્મિનલ ખાતે પાછા આવી જવાનું કહેવામાં આવ્યું હતું.

આ વર્લ્ડ કપની ટીમને વિમાની મુસાફરી દરમ્યાન ઍરપોર્ટ પર અટવાઈ જવું પડ્યું હોવાની આ પહેલી ઘટના નથી. શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને આયરલૅન્ડની ટીમે ફ્લોરિડાથી ન્યૂ યૉર્ક જતી વખતે આખી રાત ઍરપોર્ટ પર રોકાઈ જવું પડ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ ગુરુવારે સાઉથ આફ્રિકા સામેની સેમિ ફાઇનલ રમી એ પહેલાં તેમની ફ્લાઇટ મોડી પડી હતી જેને કારણે તેમનો પ્રોગ્રામ ખોરવાઈ ગયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો