સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકા 27.3 ઓવરમાં ઓલઆઉટ, ભારતને જીતવા 117 રનનો ટાર્ગેટ

અર્શદીપ સિંહ અને અવેશ ખાનનો તરખાટ

જહોનિસબર્ગઃ અહીંના ન્યૂ વોન્ડર્સ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી શરુ થયેલી પહેલી વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી બોલિંગમાં ભારતીય બોલર આફ્રિકન પર તૂટી પડ્યા હતા, ભારતીય સ્ટાર બોલર અર્શદીપ સિંહ (પાંચ વિકેટ) અને અવેશ ખાને મોટા ભાગના ઓપનર બેટરને પીચ પર ટકવા દીધા નહોતા, પરિણામે 27.3 ઓવરમાં 116 રને આખી ટીમ પેવેલિયન ભેગી થઈ હતી. ભારતને જીતવા માટે 117 રન કરવાના રહેશે.

ટીમ ઈન્ડિયાના સુકાની કેએલ રાહુલની આગેવાની હેઠળ બોલરોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું, પરિણામે દક્ષિણ આફ્રિકા સાવ સસ્તામાં ઓલ આઉટ થયું હતું. દક્ષિણ આફ્રિકા વતી એન્ડિલ ફેહલકવાયોએ 49 બોલમાં 33 રન વધુ કર્યા હતા, ત્યારબાદ ઓપનર ઝોરઝીએ (22 બોલમાં 28 રન કર્યા હતા) એમના સિવાય કેપ્ટન માર્કરામ (21 બોલમાં 12 રન) ડબલ ફિગરમાં સ્કોર કર્યો હતો, જ્યારે હેન્ડરિક્સ, ડસેન, મુલ્ડર ઝીરો રને પેવેલિયન ભેગા થયા હતા.
એના સિવાય હેનરિક ક્લાસેન (નવ બોલમાં છ રન), કેશવ મહારાજ (ચાર રન) પણ સસ્તામાં આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયાના બોલરમાં મૂકેશ કુમાર સિવાય પહેલા સ્પેલમાં અર્શદીપ સિંહ અને અવેશ ખાને આફ્રિકાને દબાણમાં લાવ્યા હતા. અર્શદીપે 10 ઓવરમાં પાંચ વિકેટ ઝડપીને 37 રન આપ્યા હતા. અવેશ ખાને પણ આઠ ઓવર ફેંકીને ત્રણ ઓવર મેઈડન કાઢીને 27 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.


દક્ષિણ આફ્રિકાએ બીજી ઓવરમાં પહેલી બે વિકેટ ત્રણ રનના સ્કોરે હેન્ડરિકની અને ડસેનની વિકેટ પડી હતી, ત્યારબાદ ત્રીજી વિકેટ 42 રનના સ્કોરે ઝોરઝીની આઠમી ઓવરમાં પડી હતી. દસમી ઓવરમાં ક્લાસેન અને અગિયારમી ઓવરમાં મડલરની વિકેટ બાવન (ચોથી અને પાંચમી વિકેટ) રને પડી હતી. ડેવિડ મિલરની મહત્ત્વની વિકેટ 13મી ઓવરમાં પડી હતી, ત્યારબાદ આઠમી વિકેટ કેશવ મહારાજની 17મી ઓવરમાં 73 રને પડી હતી. એન્ડીલ ફેહલકવાયોની મહત્ત્વની વિકેટ પણ અર્શદીપે ઝડપી હતી. નવમી વિકેટ 101 રને 26મી ઓવરમાં પડી હતી. દસમી વિકેટ કુલદીપ યાદવે ઝડપી હતી, જેમાં 2.3 ઓવર ફેંકીને ત્રણ રન આપીને એક વિકેટ લીધી હતી.


ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની ભારતે 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં આફ્રિકાની ટીમ 83 રને ઓલઆઉટ થઈ હતી. વન-ડે ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી હાર થઈ હતી. ભારત સામે આફ્રિકા 243 રનથી હાર્યું હતું. આ અગાઉ 1993માં ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકા 69 રનમાં ઓલઆઉટ થયું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker