સ્પોર્ટસ

સૌરવ ગાંગુલી થયો કિંગ કોહલી પર આફરીન, ટીકાકારોની બોલતી બંધ કરતા નિવેદનો આપ્યા

કોલકાતાઃ વાઇટ બૉલ ક્રિકેટ (ખાસ કરીને વન-ડે ક્રિકેટ)ને વિવિયન રિચર્ડ્સ, સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દર સેહવાગ, રોહિત શર્મા, એમએસ ધોની, ગૌતમ ગંભીર, માઇકલ બેવન, ઍડમ ગિલક્રિસ્ટ, બે્રન્ડન મૅક્લમ, કુમાર સંગકારા, જૅક કૅલિસ, સનથ જયસૂર્યા, ક્રિસ ગેઇલ, બ્રાયન લારા, એબી ડિવિલિયર્સ વગેરે અનેક ખ્યાતનામ બૅટર્સ મળ્યા છે, પરંતુ બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીની દૃષ્ટિએ વિવ રિચર્ડ્સ નહીં, પણ વિરાટ કોહલી વન-ડેનો સૌથી મહાન બૅટર છે. વિવ રિચર્ડ્સ તેમ જ સેહવાગને વન-ડેના સૌથી વિસ્ફોટક બૅટર માનવામાં આવે છે. જોકે ગાંગુલીએ એક મુલાકાતમાં કહ્યું છે કે વિરાટ કોહલી એક એવો ખેલાડી છે જે જીવનમાં એક જ વાર મળતો હોય છે.

જેમ મહિલા ક્રિકેટમાં બૅટર મિતાલી રાજ અને ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી છે એમ પુરુષોની ક્રિકેટમાં કોહલી જેવો ખેલાડી જિંદગીમાં એક વાર મળે. કરીઅરમાં 80 સેન્ચુરી ફટકારવી એ મારા માટે તો અકલ્પનીય જ કહેવાય. મારી દૃષ્ટિએ તે વાઇટ બૉલ ક્રિકેટનો સૌથી મહાન બૅટર છે.’ ગાંગુલીએ કોહલીના બૅટિંગ-ફૉર્મ વિશે અને તેની ઑસ્ટ્રેલિયાની નિરાશાજનક ટૂર બાબતમાં કહ્યું છે કેકોહલીએ પર્થની પ્રથમ ટેસ્ટમાં જે રીતે અણનમ સદી (100 રન) ફટકારી ત્યાર પછી તેણે જે બૅટિંગ કરી એ અંગે હું પણ હેરાન હતો. અહીં ન્યૂ ઝીલૅન્ડ સામે તે સારું નહોતો રમી શક્યો, પરંતુ પર્થમાં તેણે સદી ફટકારી ત્યારે મને લાગ્યું કે એ ટેસ્ટ શ્રેણી તેના માટે યાદગાર બની જશે.

Also read: સૌરવ ગાંગુલીએ પોલીસમાં શેની ફરિયાદ કરી?

જોકે દુનિયાના દરેક ખેલાડીની કોઈને કોઈ નબળાઈ હોય છે જ.’ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટને કોહલીના મુદ્દે વધુમાં કહ્યું, દુનિયાનો કોઈ પણ પ્લેયર એવો ન હોય જેની સાથે આવું ન બને (તેનો ખરાબ તબક્કો ન આવે). તમે સમયની સાથે-સાથે મહાન બોલર સામે કેવું રમો છો અને પોતાની નબળાઈ કેવી રીતે દૂર કરો છો એ પણ ખૂબ જરૂરી છે.’ ગાંગુલીએ કોહલીના ભવિષ્ય બાબતમાં કહ્યું,મને લાગે છે કે વિરાટ કોહલીમાં હજી ઘણું ક્રિકેટ બાકી છે.

તે હજી સારું રમી શકે એમ છે. જૂન મહિનાની ઇંગ્લૅન્ડ ખાતેની ટૂર તેના માટે મોટો પડકાર બની શકે. ફેબ્રુઆરીની વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી બાબતમાં હું તેના વિશે બહુ ચિંતિત નથી, કારણકે મેં પહેલા જ કહ્યું કે વાઇટ બૉલ ક્રિકેટમાં મારી દૃષ્ટિએ કોહલી લાંબા સમયથી સર્વશ્રેષ્ઠ બૅટર સાબિત થતો રહ્યો છે.’ ઇંગ્લૅન્ડ સામે બુધવાર, 22મી જાન્યુઆરીથી ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ પછી ઇંગ્લૅન્ડ સામે જ ત્રણ વન-ડે રમાવાની છે. ત્યાર પછી 19મી ફેબ્રુઆરીએ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button