સ્પોર્ટસ

સૌરવ ગાંગુલીની કારનો થયો અકસ્માત, જાણો કેવી છે તબિયત…

Sourav Ganguly News: ભારતીય ક્રિકેટ ટીમના (Team India Former Captain) પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની (Sourav Ganguly) કારનો ગુરુવારે રાત્રે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો. જોકે તેમાં તેમનો આબાદ બચાવ થયો હતો. સૂત્રો અનુસાર, તે એક ઈવેન્ટમાં સામેલ થવા જઈ રહ્યા હતા, ત્યારે સ્પીડમાં આવેલી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.

Also read : It’s Confirm: આ જાણીતા ક્રિકેટરના ડિવોર્સ થયા ફાઈનલ? આજે સાંજે ફેમિલી કોર્ટમાં.

ગાંગુલીની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળતાં જ તેના પ્રશંસકોમાં ચિંતાની લહેર ફરી વળી હતી. તેઓ સુરક્ષિત છે. દુર્ઘટના બની ત્યારે ગાંગુલી તેમની ગાડીના કાફલા સાથે ઈવેન્ટમાં જઈ રહ્યા હતા. અચાનક ટ્રક સામે આવી જતાં ડ્રાઇવરે બ્રેક મારી હતી પરંતુ સ્પીડમાં હોવાના કારણે ટક્કર વાગી હતી. દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. અકસ્માત બાદ સૌરવ ગાંગુલીને લગભગ 10 મિનિટ સુધી રસ્તા પર રાહ જોવી પડી હતી, ત્યારબાદ તે કાર્યક્રમ માટે રવાના થયા હતા અને બર્દવાન યુનિવર્સિટીમાં તેમણે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Also read : હું હવે પછી નિર્દોષ બાળકની જેમ રમવા માગું છુંઃ ક્રિકેટ-લેજન્ડે કેમ આવું કહ્યું?

સૌરવ ગાંગુલીએ ભારત તરફથી 113 ટેસ્ટ મેચ અને 311 વન ડે રમી છે. જેમાં તેણે અનુક્રમે 7212 અને 11363 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 16 સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 239 રન છે. જ્યારે વન ડેમાં 22 સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન છે. ટેસ્ટમાં તેણે 32 વિકેટ અને વન ડેમાં 100 વિકેટ ઝડપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button