લખનઊઃ અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ કપમાં આજે નેધરલેન્ડને સાત વિકેટથી હરાવ્યું. હશમુલ્લાહ શાહિદીની સુકાનીવાળી ટીમે સાત મેચમાં ચાર જીત કરી છે, જેમાં સતત ત્રીજી વખત મેચમાં જીત્યું છે. એની સાથે પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનની ટીમ હવે પાકિસ્તાનથી ઉપર પહોંચી ગઈ છે, જેમાં પાકિસ્તાન એક તરફ ચાર મેચમાંથી ચાર મેચમાં હારી છે, તેથી સેમી ફાઈનલ માટે મુશ્કેલ ચઢાણ થઈ શકે છે.
નેધરલેન્ડના સુકાની સ્કોટ એડવર્ડસે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં 179 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં અફઘાનિસ્તાને 31.3 ઓવરમાં ત્રણ વિકેટે જીત મેળવી હતી. સુકાની હશમતુલ્લાહ શાહિદીએ નોટઆઉટ રહીને 56 રન કર્યા હતા, જ્યારે શાહિદીએ 64 બોલમાં છ ચોગ્ગા માર્યા હતા. આજની મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી આગળ નીકળી ગયું હવે પાકિસ્તાનની તુલનામાં અફઘાનિસ્તાન પાંચમા ક્રમે રહ્યું છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સમકક્ષ આઠ પોઈન્ટ થઈ ગયા છે.
ઓસ્ટ્રેલિયા છમાંથી ચાર જ્યારે ન્યૂ ઝીલેન્ડે સાતમાંથી ચાર મેચ જીતી છે, જ્યારે ન્યૂ ઝીલેન્ડની નેટ રનરેટ 0.484 રન રેટ છે અને અફઘાનિસ્તાનની -0.330 થઈ છે. પાકિસ્તાનની નેટ રનરેટ -0.024 છે. પાકિસ્તાનની આગામી મેચ શનિવારે ન્યૂ ઝીલેન્ડ સામે છે. જો બાબરની ટીમ હારે છે તો સેમી ફાઈનલની રેસમાંથી બહાર નીકળી શકે છે.
સામે પક્ષે અફઘાનિસ્તાનની આગામી બે મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે છે, જેમાં જોરદાર ટક્કર થઈ શકે છે, જ્યારે નેધરલેન્ડે સાત મેચમાં પાંચ મેચમાં હાર્યું છે. ભારત 14 પોઈન્ટની સાથે ટોચ પર પહોંચીને સેમી ફાઈનલમાં ક્વોલિફાઈ થયું છે.
Taboola Feed