સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાનાં લગ્નની કંકોત્રી લીક થઈ ગઈ! જોકે ફૅન્સના માનવામાં જ નથી આવતું…

મુંબઈઃ વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય મહિલા ટીમની વાઇસ-કૅપ્ટન તથા વિશ્વની ટોચની મહિલા ઓપનર્સમાં ગણાતી સ્મૃતિ મંધાના અને સિંગર-મ્યૂઝિશ્યન પલાશ મુચ્છલના લગ્ન નવેમ્બર મહિનામાં થશે એવી ઘણા દિવસથી ચર્ચા હતી અને હવે તો તેમનાં લગ્નની કંકોત્રી (Wedding card) લીક (leak) થઈ જતાં તેમના મૅરેજને ગણતરીના દિવસો બાકી છે એમ કહી શકાય.

સોશ્યલ મીડિયામાં સ્મૃતિ-પલાશ (Smriti-Palash)નું વેડિંગ-કાર્ડ લીક થયું હોવાની વાત તેમના કેટલાક ચાહકોને ગળે ઊતરતી તો નથી, પરંતુ આ યુગલ લગ્નની તૈયારી કરવામાં વ્યસ્ત હશે એ તો ખાતરીથી કહી શકાય. તેઓ લગભગ છ વર્ષથી રિલેશનશિપમાં છે.

ભારતીય મહિલા ટીમની સૌથી ભરોપાસાત્ર ઓપનિંગ બૅટર સ્મૃતિના નેતૃત્વમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ-વિમેન ટીમ 2024માં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)નું ટાઇટલ જીતી હતી.

વિશ્વની હાલની ટોચની રન-મેકર્સમાં સ્મૃતિ મંધાનાનું નામ અચૂક લેવામાં આવે છે. તેણે ભારત વતી 117 મૅચમાં કુલ 5,322 રન કર્યા છે અને ભારતીય મહિલા ખેલાડીઓમાં મિતાલી રાજ પછી તે બીજા નંબરે છે. સ્મૃતિની હજી તો અડધી કરીઅર બાકી છે એટલે તે કારકિર્દીના અંત સુધીમાં દેશની સર્વોચ્ચ રન-મેકર બની જશે તો નવાઈ નહીં લાગે.

આ પણ વાંચો…સંગીતકાર પલાશ મુચ્છળના હાથ પર ગર્લફ્રેન્ડ સ્મૃતિ મંધાનાના નામવાળું અનોખું ટૅટૂ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button