T20 World Cup 2024સ્પોર્ટસ

Match Fixingનું ધૂણ્યું ભૂતઃ Babar Azamએ ટીમને હરાવીને લીધી મોટી ગિફ્ટ

ઈસ્લામાબાદઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માં પાકિસ્તાનના નબળા પ્રદર્શન અંગે હજુ પણ પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) પર એક પત્રકારે મેચ ફિક્સિંગ (Match Faxing)નો સૌથી મોટો આરોપ મૂક્યો છે.

પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારે બાબર આઝમે મેચ હારવાના બદલમાં મોટી ગિફ્ટ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. મેચ ફિક્સિંગના નામનું ભૂત ફરી ધૂણતા સમગ્ર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખળભળાટ મચી ગયો છે. આ પત્રકારે દાવો કરતા કહ્યું છે કે બાબર આઝમે મેચ હારવાના બદલમાં ઓડિ સાથે દુબઈ અને ઓસ્ટ્રેલિયામાં એપાર્ટમેન્ટ લીધો છે.

આ પણ વાંચો : ભારતનો સુપર-એઇટમાં અફઘાનિસ્તાન સાથે સુપર-મુકાબલો

પાકિસ્તાનની ટીમ ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપની સુપર એઈટમાંથી બહાર ફેંકાઈ ગયા પછી મોટા મોટા આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે. એની વચ્ચે પાકિસ્તાનના ફાસ્ટ બોલર પણ પાકિસ્તાનની ચાહકની મારપીટ કરવા દોડી જવાથી બબાલ થઈ હતી. હવે બાબર આઝમને યુએસએ સામે મેચ હારવાના બદલમાં બહુ મોંઘી ગિફ્ટ આપવામાં આવી હોવાના આરોપ મૂકવામાં આવ્યો છે.

પાકિસ્તાનના પત્રકાર મુબાશિર લુકમાને પુરાવા સાથે આઝમ પર મેચ ફિક્સિંગનો આરોપ મૂકીને એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જે વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો અંગે લોકોની આકરી પ્રતિક્રિયા મળી રહી છે. પાકિસ્તાન યુએસએ સામે હાર્યા પછી પાકિસ્તાનનો સૌથી મોટો ધબડકો થયો છે. અમેરિકા સામે સુપરઓવરમાં હાર્યા પછી ભારત સામેના પરાજયના પગલે પાકિસ્તાનના સુપર8ના દરવાજા પણ બંધ થઈ જવાથી પાકિસ્તાનીઓએ ટીમની ઝાટકણી કાઢી હતી.

લુકમાને કહ્યું છે કે જ્યારે પાકિસ્તાનને અમેરિકા જેવી ટીમ સામે હારી ગઈ અને આર્યલેન્ડ જેવી ટીમ સામે જીતી ત્યારે એમના અંગે શંકા વધી ગઈ હતી. લુકમાને દાવો કર્યો છે કે બાબર આઝમને ઓડી ઈ-ટ્રોનની ગિફ્ટ એ ભાઈ સાથે મળી છે. શક્ય છે કે એ સટ્ટાબાજ છે. એટલું જ નહીં, બાબરને ઓસ્ટ્રેલિયા અને દુબઈમાંથી એપાર્ટમેન્ટ મળ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ