સ્પોર્ટસ

ફાઇટિંગ પહેલાં સાથે સ્મોકિંગ: ટાયસન અને જેક પૉલની ‘દુશ્મની’ પહેલાં ‘દોસ્તી’

ન્યૂ યૉર્ક: 1985થી 2005 સુધી બૉક્સિગં વર્લ્ડમાં લગભગ એકચક્રી શાસન ચલાવનાર અમેરિકાના માઇક ટાયસન અને અમેરિકાના જ પ્રોફેશનલ બૉક્સર તથા યુટ્યૂબર જેક પૉલ વચ્ચે આગામી 15મી નવેમ્બરે રિંગમાં મુકાબલો થવાનો છે, પરંતુ સોમવાર, 26મી ઑગસ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલી એક વીડિયો ક્લિપમાં જોવા મળ્યું કે ટાયસન અને પૉલ, બન્ને મુક્કાબાજ અન્ય એક મિત્ર સાથે એક સ્થળે હતા અને ભેગા મળીને સ્મોકિંગની મજા લઈ રહ્યા હતા.
રિંગની બહાર ટાયસન અને જેક પૉલ એકમેકના બેસ્ટ ફ્રેન્ડ છે. તેઓ દોઢ મહિના પછી સામસામે આવી જશે એ મુકાબલો કેટલો સિરિયસ હશે એ બાબતમાં મુક્કાબાજીના ચાહકોને શંકા થવા લાગી છે.

ટાયસન અને જેક પૉલ સહિત ત્રણેય મિત્રો માત્ર સાધારણ સ્મોકિંગ કરી રહ્યા હતા કે કોઈ કેફીદૃવ્યની મજા લઈ રહ્યા હતા એ તો સ્પષ્ટ નહોતું થયું, પરંતુ અહીં એટલું ખાસ જણાવવાનું કે 1996ની એક મુક્કાબાજીમાં હોલીફિલ્ડના બન્ને કાન કરડી ખાનાર ભૂતપૂર્વ હેવીવેઇટ ચૅમ્પિયન ટાયસનનું કૅલિફોર્નિયામાં 420 એકરનું ખેતર છે જેમાં કૅનબિસ (મારિજુઆના નામનું કેફીદૃવ્ય) ઉગાડવામાં આવે છે. તેના ખેતરમાં નશીલા પદાર્થ તરીકે ગણી શકાય એવી બે પ્રકારની વનસ્પતિ ઉગાડવામાં આવે છે. એમાંની એક વનસ્પતિનો આકાર બૉક્સિગંના ગ્લવ્ઝ જેવો અને બીજી વનસ્પતિનો આકાર હૉલીફિલ્ડના કાન જેવો છે.

મોટા ભાગના મુક્કાબાજો પોતાના બાઉટના ઘણા અઠવાડિયા પહેલાંથી જ આલ્કોહૉલ કે મેદ વધારતી ચીજોથી દૂર રહેતા હોય છે, પરંતુ ટાયસન અને જેક પૉલે ભેગા મળીને સ્મોકિંગની મજા માણી એ વિશે ઘણાને આશ્ર્ચર્ય થયું છે. સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે ‘ટાયસન અને જેક પૉલ વચ્ચેની ફાઇટ રિયલ હશે કે નહીં?’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button