સ્પોર્ટસ

નીતા અંબાણી બીજી વાર ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના સભ્યપદે ચૂંટાયાં

પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં એક તરફ ઑલિમ્પિક ગેમ્સના શાનદાર ઓપનિંગની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે ત્યાં બીજી બાજુ રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક નીતા અંબાણી બીજી વખત ઇન્ટરનનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઈઓસી)ના સભ્યપદે ચૂંટાયાં છે.

નીતા અંબાણીને આઈઓસીના 142 સત્રમાં સર્વાનુમતે (100 ટકા વોટ સાથે) ફરી એક વાર આ પ્રતિષ્ઠિત કમિટીના સભ્યપદે નવાજવામાં આવ્યા હતા. નીતા અંબાણીએ ફરી આ સભ્યપદ મળતાં ગૌરવ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે “આઈઓસીના પ્રમુખ થૉમસ બાક (Thomas Bach) તેમ જ કમિટીમાંના તમામ સહયોગીઓએ મારામાં જે વિશ્વાસ અને ભરોસો બતાવ્યા છે એ બદલ હું તેમની આભારી છું. હું આ પ્રતિષ્ઠિત પદ પર ફરી ચૂંટાઈ એ માત્ર મારી અંગત સિદ્ધિ નથી, વૈશ્વિક રમત-ગમત ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ અને સફળતાઓ જે વેગથી આગળ વધી રહ્યા છે એને મળેલી માન્યતાનું એક ઉદાહરણ પણ છે.”

| Also Read: આજથી Paris Olympics 2024ની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની શરૂઆત, જાણો આજનું શિડયુલ

નીતા અંબાણીએ 100 ટકા મત સાથે ફરી ચૂંટાઈ આવ્યા બાદ એવું પણ કહ્યું હતું કે “આ સાથે હું આનંદ અને ગૌરવની પ્રત્યેક પળ દરેક ભારતીય સાથે શૅર કરું છું અને ભારતમાં તેમ જ વિશ્વભરમાં ઑલિમ્પિક્સના અભિયાનને વધુ મજબૂત બનાવવામાં પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપું છું. “

| Also Read: Paris Olympics 2024: આજે આર્ચરીમાં ભારતને ગોલ્ડ મળશે? આ ખેલાડીઓ પર સૌની નજર

નીતા અંબાણી સૌથી પહેલાં 2016માં રિયો ડી જાનેરો ઑલિમ્પિક ગેમ્સ વખતે આઈઓસીમાં નિયુક્ત થયા હતા. ત્યારે તેઓ આઈઓસીમાં નિયુક્ત થયેલા પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. તેમની એ નિયુક્તિ બાદ (40 વર્ષ પછી) પહેલી વાર ભારતમાં આઈઓસીનું સેશન યોજાયું હતું. એ સત્રનું આયોજન મુંબઈમાં કરાયું હતું. ભારત સરકાર 2036માં ભારતમાં ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરાવવા માટે પ્રયત્નશીલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button