સ્પોર્ટસ

SL vs NZ: શ્રીલંકાની ટીમનો ઘરઆંગણે દબદબો, બીજી વનડેમાં પણ ન્યૂઝીલેન્ડને પછાડ્યું

કોલંબો: શ્રીલંકાની ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગઈ કાલે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ રમાઈ (SL vs NZ) હતી, જેમાં ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રીલંકાએ સિરીઝ જીતી લીધી છે. વરસાદના વિક્ષેપને કારણે મેચ 50ને બદલે 47 ઓવરની કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 209 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકાએ 6 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. શ્રીલંકાએ ઘરઆંગણે જીતનો સિલસિલો જારી રાખ્યો હતો.


Also read: શ્રેયસને અચાનક કૅપ્ટન્સી મળીઃ ટીમમાં પૃથ્વીના સમાવેશથી આશ્ચર્ય ફેલાયું


આવી રહી મેચ:
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 45.1 ઓવરમાં 209 રન બનાવ્યા હતા. ચેપમેને 81 બોલમાં 76 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે ત્રણ સિક્સર અને સાત ફોર ફટકારી હતી. જ્યારે મિચ હેએ 62 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. ઓપનર વિલ યંગે 40 બોલમાં 26 રન બનાવ્યા હતા.

શ્રીલંકાએ આ ટાર્ગેટ 46 ઓવરમાં પાર કર્યો. ટીમ તરફથી વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. જ્યારે ઓપનર પથુમ નિસાન્કાએ 33 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકાની આખી ઇનિંગમાં માત્ર એક સિક્સર જ ફટકારવામાં આવી હતી જે મહિષ થેક્ષાનાએ ફટકારી હતી.


Also read: ફૂટબૉલ મૅચ પછી પરાજિત મેક્સિકોની ટીમના કોચની આવી હાલત કરી…


ઘરઆંગણે શ્રીલંકન ટીમનો દબદબો:
શ્રીલંકા ઘરઆંગણે સતત વનડે સિરીઝ જીતી રહી છે, શ્રીલંકાની ટીમે ઘરઆંગણે સતત છઠ્ઠી વનડે સિરીઝ જીતી છે. શ્રીલંકાએ પ્રથમ વખત સતત 6 સિરીઝ જીતી છે, આ પહેલા તેણે 1997 થી 2003 વચ્ચે સતત પાંચ વનડે શ્રેણી જીતી હતી. 2014 પછી આ બીજી વખત છે જ્યારે શ્રીલંકાએ એક કેલેન્ડર વર્ષમાં પાંચ દ્વિપક્ષીય સિરીઝ જીતી છે. 2012 પછી આ પ્રથમ વખત શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝ જીતી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button